સુરત : રાષ્ટ્રિય એકતાના ઉદ્દેશ્ય સાથે આવતીકાલે ” યુનિટી રન ” નું આયોજન

રાષ્ટ્રીય
Spread the love

સુરત, 30 ઓકટોબર : ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રેરક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિએ 31મી ઓકટોબર સોમવારના રોજ એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા માટે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. નર્મદાના એકતા નગર SOU કેવડીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ મા એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે . ત્યારે સૂરત ખાતે 31મી ઓકટોબરેશહેરની SVNIT કોલેજ કેમ્પસ ખાતે સવારે 7 વાગે થી “યુનિટી રન” યોજાશે. જે દોડમાં હજારો યુવક યુવતીઓ અને દેશની એકતાની ભાવના સાથે નાગરિકો પણ જોડાશે. આ દોડ SVNIT કેમ્પસ થી આયોજન મુજબ કારગીલ વિજય ચોક સુધી અને ત્યાંથી પરત SVNIT કેમ્પસ પરત ફરશે…
સુરત શહેરમાં “યુનિટી રન” નું આયોજન સૂરત જીલ્લા વહીવટી તંત્ર અને સૂરત મહા નગર પાલિકા ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યું છે. શહેરીજનો, યુવા વર્ગ, તમામ માટે “યુનિટી રન ” પોતાનું રજીસ્ટર કરાવ્યું છે તેઓ 31મી ઓક્ટોબરના રોજ સવારે 6:15 વાગ્યા સુધીમાં SVNIT કેમ્પસ ખાતે ઉપસ્થિત રહી દોડમાં જોડાઈ શકશે .સૂરત શહેરમાં રહેતા વીર જવાનો , રમતવીરો , કલાકારો , વિશિષ્ઠ વ્યક્તિઓ, સેવાભાવી સંસ્થાઓના નાગરિકો,સૌ ને “યુનિટી રન” માં જોડાવા સૂરત જીલ્લા વહીવટી તંત્ર અને સૂરત મહાનગર પાલિકા દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *