
સુરત, 1 નવેમ્બર : સુરતના ખેલાડી વિવાન દવેએ તાજેતરમાં ઇજિપ્ના કૈરો ખાતેના કૈરો સ્ટેડિયમ ઇનડોર હોલમાં યોજાયેલી ડબલ્યુટીટી યૂથ કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર-11 બોયઝ કેટેગરીમાં સુંદર પ્રદર્શન સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
પાંચમા ક્રમના ભારતીય ખેલાડી વિવાન દવેને પ્રારંભિક રાઉન્ડમાં ખાસ પડકારનો સામનો કરવો પડ્યો ન હતો અને તેણે આસાનીથી સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. અંતિમ ચાર મુકાબલામાં જોકે 11 વર્ષના વિવાને થોડી મહેનત કરવી પડી હતી. જ્યાં તેણે લેબેનોનના માઇકલ અબી નાદેરને 3-1 (14-12, 11-5, 7-11, 13-11)થી હરાવીને પોતાનો મેડલ નિશ્ચિત કરી દીધો હતો.ફાઇનલ મુકાબલામાં નાઇજીરિયાના મેથ્યુ કુટી સામે વિવાનનો 3-1 (7-11, 11-7, 6-11, 6-11)થી પરાજય થયો હતો. આ સાથે તે આ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતનારો ગુજરાતનો ત્રીજો ખેલાડી બન્યો હતો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત