અલથાણ ખાતે સુરત મનપા દ્વારા મોરબી દુર્ઘટના ના દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થનાસભા યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 2 નવેમ્બર : મોરબીના દુર્ધટના દિવંગતોના આત્માની શાંતિ અર્થે સમગ્ર રાજયભરમાં પ્રાર્થનાસભાઓ યોજાઈ હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ભટાર કોમ્યુનિટી હોલ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ પ્રાર્થનાસભામાં મેયર હેમાલી બોધાવાલા, ધારાસભ્ય સંગીતા પાટીલ, પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલ, સ્થાયી સમિતિના અધ્યક્ષક પરેશ પટેલ તથા મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ-અધિકારીઓએ હાજર રહી દિવંગતોને શ્રધ્ધાજંલિ આપી હતી. સૌ કોઈએ પ્રાર્થના સભા જોડાયા હતા અને બે મિનિટનું મૌન પાળી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *