રાણેકપુર એક્સપ્રેસ ટ્રેનમા બોમ્બ હોવાનો ફેક મેસેજ કરનાર યુવકને સુરતથી ઝડપી લેવાયો

સ્થાનિક
Spread the love

સુરત, 2 નવેમ્બર : બિકાનેરથી મુંબઈ તરફ જતી રાણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં એક યુવકે પોલીસના કંટ્રોલરૂમપર ટ્રેનમાં બૉમ્બ છે એવો મેસેજ મોકલતા રેલવે પોલીસ સાથે આરપીએફ દોડતી થઇ ગઈ હતી.જોકે, ટ્રેનની તપાસી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ નહીં મળતા પોલીસે ફેક કોલ જાહેર કર્યો હતો અને ઉધનાથી આવેલા મોબાઈલ નંબરના આધારે સુરત રેલવે પોલીસે યુવકને ઝડપી લીધો હતો અને ત્યાર બાદ તેને અમદાવાદ રેલવે સ્ટેશન લઈ ગયા હોવાની જાણકારી મળી છે.
રેલવે પોલીસના સુત્રોથી મળેલી જાણકારી મુજબ ગઈકાલે સાંજે બિકાનેર થી મુંબઈ તરફ જતી રાણેકપુર એક્સપ્રેસ ટ્રેનમાં એક યુવકે ટ્રેનના કોચની અંદર લખેલા પોલીસના નંબરના કંટ્રોલ ઉપર એક મોબાઇલ દ્વારા ટ્રેનમાં બૉમ્બ હોવાનો મેસેજ કર્યો હતો.આ જાણકારી રેલવે પોલીસ સાથે આરપીએફદોડતી થઇ ગઈ હતી. આ અંગેની જાણકારી એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયનને મળતા જ તેમણે સુરત રેલવે પોલીસ,રેલવે આરપીએફ દ્વારા ટ્રેનની સંપૂર્ણ તલાસી કરવામાં આવી હતી.જોકે, આખી ટ્રેન ચેક કર્યા બાદ ટ્રેનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે ચીજ નહીં મળતા ટ્રેનને આગળ રવાના કરી દેવામાં આવી હતી.બાદમાં જે નંબર પરથી મોબાઈલ પર મેસેજ આવ્યો હતો તે નંબરની તપાસ શરૂ કરી દેતા મેસેજ કરનારો યુવાન ઉધનાનો હોવાનું જણાયું હતું. રેલવે સ્ટેશન ઉતરીને પોતાના ઘરે ગયેલો આ યુવકને રેલવે પોલીસે ઝડપી લઈ તેને અમદાવાદ ખાતે લઈ ગઈ હતી અને ત્યાં યુવકની પૂછપરછ શરૂ કરી છે અને આ યુવકે ખાલી મસ્તી કરવા ખાતર મેસેજ કર્યો હતો અને બાદમાં તે મેસેજ મોબાઈલમાંથી ડીલીટ કરી નાખ્યો હતો. આ મસ્તીના કારણે પેસેન્જરો પરેશાન થયા હતા ને સમગ્ર તંત્ર દોડતું થઇ ગયું હતું.આ મામલે યુવકના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *