સુરત : વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ સંદર્ભે જિલ્લા ચુંટણી અધિકારી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

પ્રાદેશિક
Spread the love

સુરત : ભારતીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-2022ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે આજરોજ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકે સૂરત જિલ્લામાં સમાવિષ્ટ ૧૬ વિધાનસભા મતદાર વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમો સાથે સંવાદ કર્યો હતો.

જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચુંટણીઓ મુકત, ન્યાયી, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચુંટણીતંત્રની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચુંટણીપંચ દ્વારા જાહેરનામું તા.5/11/2022ના રોજ પ્રસિધ્ધ થશે. તા.14/11/2022ના રોજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તથા તા.15/11/2022ના રોજથી ઉમેદવારીપત્રો ચકાસણી તથા તા.17મી નવેમ્બરના રોજ ઉમેદવારીપત્રો પાછા ખેચી શકાશે. તા.1/12/2022ના રોજ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. જયારે મતગણતરી તા.8/12/2022ના રોજ થશે. આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે હોર્ડિગ્સ, બેનરો ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફલાઈગ ટીમ, સ્ટેટેકટીક સર્વેલન્સ ટીમો પણ કાર્યરત થઈ ચુકી છે. જિલ્લાની બોર્ડરો પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.ચુંટણીની આચારસંહિતાને ધ્યાને લઈ ફોર્મ નંબર -7અને ફોર્મ નંબર-8 ની કામગીરી બંધ કરવામાં આવી છે. જયારે ફોર્મ નંબર -6ની કામગીરી શરૂ રહેશે. નોમીનેશનના છેલ્લા દિવસના અગાઉના દસ દિવસ પહેલા ઓનલાઈન નવા મતદારની નોંધણી માટે ફોર્મ નંબર-6થી ચાલુ રહેશે. સોશીયલ મીડિયા પર વોચ રાખવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત સુરત જિલ્લાની કુલ 16 વિધાનસભા મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી તારીખ 1 ડિસેમ્બર 2022ના રોજ યોજાનાર છે. આ સંદર્ભે સુરત જિલ્લાના નાગરિકોને કોઈપણ ફરિયાદ હોય તો જિલ્લા કંટ્રોલ સેન્ટરના ટેલીફોન નંબર 0261-2992245/2246/2247/2249 પર અથવા ટોલ ફ્રી નંબર 1800-233-2120પર કે વધુ માહિતી માટે C-Vigil એપ પર ઓનલાઇન માધ્યમથી ફરિયાદ નોંધાવી શકશે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડિયાનું મોનીટરીંગ કરવા માટે MCMC સેન્ટરની રચના કરવામાં આવી છે. ચૂંટણીલક્ષી જાહેરાતોનુ ચેનલોનું સર્ટીફીકેશન તથા મોનીટરીંગ કરવા માટે EMMC સેન્ટર આયોજન ભવન જુની કલેકટર કચેરી ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઈ પણ જાહેરાતો માટે સર્ટીફીકેશન માટે MCMC કમિટીની રચના કરવામાં આવી છે. જેથી કોઈ પણ રાજકીય પક્ષોએ જાહેરાત આપતા પહેલા આ કમિટીમાં મજુરી મેળવવી જરૂરી છે.

સુરત જિલ્લાની 16 વિધાનસભામાં સમાવિષ્ટ 4623 મતદાન મથકોમાં 4739201 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 2546933 પુરુષ તથા 2192109 મહિલા મતદારો તથા અન્ય 159મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં 4623 મતદાન મથકો આવેલા છે જે પૈકી 14 મતદાન મથકો Auxililary Polling stations તરીકે ઉભા કરવામાં આવનાર છે. જેથી કુલ મતદાન મથકો વધીને 4637 તૈયાર થશે.વિધાનસભા દીઠ એક-એક ગ્રીન, દિવ્યાંગ તથા મોડેલ મતદાન મથકો ઉભા કરવામાં આવશેઃ
જીલ્લામાં દરેક વિઘાનસભા ક્ષેત્ર દીઠ 7 મહિલા મતદાન મથકો, 1દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથક, 1મોડેલ મતદાન મથક તથા 1 ગ્રીન મતદાન મથક ઉભુ કરવામાં આવશે. આમ, સુરત જીલ્લામાં કુલ 112 મહિલા મતદાન મથકો, 16 દિવ્યાંગો દ્રારા સંચાલીત મતદાન મથકો, 16 મોડેલ મતદાન મથકો તથા દરેક વિધાનસભામાં એક-એક ગ્રીન મતદાન મથક કાર્યરત કરવામાં આવશે જેમાં કોઈ પણ પ્રકારનું સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે નહી તથા રિયુઝેબલ અને રિસાઈકલિંગ વસ્તુઓનો જ ઉપયોગમાં લેવાશે. આ ઉપરાંત 1 યુવા મતદાન મથક (તમામ પોલીંગ પર્સોનલ 25 થી 30 વય જુથના હશે) ઉભા કરવામાં આવનાર હોવાની વિગતો કલેકટરએ આપી હતી.
જિલ્લા ચુંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, જીલ્લામાં કુલ 526 પોલીંગ સ્ટેશન લોકેશનને સંવેદનશીલ મતદાન મથક લોકેશન તરીકે નકકી કરવામાં આવ્યા છે. આ તમામ લોકેશન પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. તથા જીલ્લાના કુલ મતદાન મથકોમાંથી 2632 મતદાન મથકો પર મતદાનના દિવસે વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. 164-ઉઘના વિઘાનસભા મતદાર વિસ્તારને એક્ષપેન્ડીચર સેન્સીટીવ કન્સ્ટીટયુઅન્સી (ESC) તરીકે નકકી કરવામાં આવ્યું છે.સુરત જીલ્લામાં 16 વિઘાનસભા મત વિસ્તારમાં તા.10/10/2022ની સ્થિતીએ કુલ 4739201 મતદારો નોંઘાયેલા છે. જેમાં 2546933 પુરૂષ મતદારો, 2192109 મહિલા મતદારો, 159 થર્ડ જેન્ડર મતદારો નોંઘાયેલા છે. જે પૈકી 62037 મતદારો 80 વર્ષથી ઉપરના,23859 દિવ્યાંગ મતદારો તથા 423 સર્વીસ મતદારો છે. 18-19વય જુથમાં તા.01/10/2022ની લાયકાત પ્રમાણે કુલ 36556 યુવા મતદારો સૌ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી ઉપરના મતદારો માટે જો ઘરેથી મતદાન કરવા માગતા હોય તો પોસ્ટલ બેલેટ મારફત મતદાનની સુવિઘા ઉપલબ્ઘ કરાવવામાં આવશે.

વિધાનસભા 2017ની ચુંટણીની સરખામણીમાં વિધાનસભા 2022ની ચુંટણી 725840 મતદારોનો વધારો થયેલ છે, જે ટકાવારીની દ્રષ્ટિએ 18.08% થયા છે.જિલ્લામાં ચુંટણી દરમિયાન ઉપયોગમાં લેવા માટે પર્યાપ્ત સંખ્યામાં EVM-VVPAT મશીનો ઉપલબ્ઘ છે. જિલ્લામાં કુલ 8859 બેલેટ યુનિટ, 7031 કંટ્રોલ યુનિટ તથા 8625 વીવીપેટ મશીનો હોવાની વિગતો તેમણે આપી હતી.જીલ્લામાં MCC લાગુ થતા FST, VST, VVT, AT વિગેરે ટીમો કાર્યરત કરવામાં આવેલ છે. તથા SST ટીમો જાહેરનામુ પ્રસિઘ્ઘ થયેથી કાર્યરત કરવામાં આવશે. MCC ને લગતી c-Vigil એપ મારફતે નાગરીકો કોઇપણ MCC ભંગની ફરીયાદો નોંઘાવી શકે છે.ઉમેદવારો, રાજકીયપક્ષો અને સંબધિતને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. મતદાનના સાત દિવસ પહેલા તમામ મતદારોને વોટર ઈન્ફોરમેશન સ્લીપ આપવામાં આવશે. અતિ સંવેદનીશલ મતદાન મથકો પર સી.એ.પી.એફ તૈનાત થશે.જિલ્લામાં સમાવિષ્ટ 16 વિધાનસભા મતદાર વિભાગના 494 ઝોનલ રૂટ કરવામાં આવ્યા છે. વોટર ટર્નઆઉટ વઘારવા માટે અવસર રથ કાર્યરત કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. જીલ્લામાં વિવિઘ ચૂંટણી લક્ષી કામગીરીના સુચારૂ સંચાલન માટે કુલ 18 વિષય માટે નોડલ ઓફીસરોની નિમણુંક કરવામાં આવેલ છે.
આ પત્રકાર પરિષદમાં અધિક જિલ્લા ચુંટણી અધિકારી કમલેશ રાઠોડ તથા નાયબ માહિતી નિયામક નિખીલેશ ઉપાધ્યાય, પ્રિન્ટ-ઈલેકટ્રોનિકસ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *