સુરત : વિધાનસભા ચુંટણી-2022ના ઉપલક્ષ્યમાં આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત,3 નવેમ્બર : આજે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક દ્વારા જણાવાયું હતું કે, આદર્શ આચાર સહિંતાચુસ્ત અમલ માટે આપણે સૌ પોતાની કચેરીથી શરૂઆત કરવાની રહેશે અને ત્યારબાદ આપોઆપ જાગૃતિ આવશે.સરકારી કચેરીમાંથી કોઇપણ પ્રકારનું પ્રચારનું સાહિત્ય-સરકારી કલેન્ડર,વેબસાઇટ ઉપર મહાનુભવોના ફોટોગ્રાફ આ બંધુ તુંરત દુર કરવો અને આચાર સહિંતા નોડલ ઓફીસરને રીપોર્ટ કરવો.રાજકીય પક્ષો માટે સરકીટ હાઉસ, સરકારી આવાસ, વિશ્વામગૃહ ઉપર આચાર સંહિતનો અમલ આવે છે.પદાધિકારીઓ પોતાના સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહી.રાજકીય પ્રવૃતિ માટે સરકારી મકાનો શાળા કોલેજના મકાનોનો ઉપયોગ ઉપર રોક લાગુ પડે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારી દ્વારા સંપુર્ણ અથવા આંશિક નાણાકીય સહાય મેળવતી કોઇપણ નાણાકીય સંસ્થાએ કોઇપણ વ્યકિત કે કંપનીને આપેલી લોન આચાર સંહિતાનો અમલ કરવાના સમયગાળા દરમિયાન માંડવાળ કરી શકાશે નહી .તે જ રીતે આવી નાણાકીય સંસ્થાઓએ લોન આપવાની રકમની જે મર્યાદા નક્કી કરી છે તે મર્યાદા આચાર સંહિતાનો અમલ કરવાના સમયગાળા દરમિયાન વધારી શકાશે નહિ.ચુંટણી દરમિયાન સત્તાધારી પક્ષના હિતોને મદદરૂપ થાય તે હેતુથી રાજકીય સમાચારોનો અને સિદ્ધિઓના પ્રચારની જાહેરાત વર્તમાન પત્રો તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી ખર્ચ/જાહેર નાણા દ્વારા ન કરવા આવે તેમજ સરકારી માધ્યમનો દુરુપયોગ ન થાય તે આચારસંહિતાના નોડલ ઓફીસરની ટીમ તેમજ નાણાકીય હેરફેર રોકવા ફલાઇંગ સ્કોડ કાર્યરત છે.વિસ્તારની સરહદો ઉપર ચેક પોસ્ટ પણ કાર્યરત છે.તેમજ ચુંટણીલક્ષી જાહેરાત કરતાં પહેલા મીડીયા સર્ટીફીકેશન અને મોનીટરીંગ કમિટી પાસે પરવાનગી લેવાની રહેશે.પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો, વ્યવસાયિક શિક્ષણ આપતાં સંકુલો,મકાનો સ્થળોનો ઉપયોગ સામાન્ય સંજોગોમાં કોઇપણ રાજકીય પ્રવૃત્તિ માટે થઇ શકશે નહિ.

જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટરએ પોલીસ કમિશ્નર અને પોલિસ અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી.આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલઓફિસરો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *