સુરત : 155-ઓલપાડ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવી

સ્થાનિક
Spread the love

સુરત, 4 નવેમ્બર : ગુજરાતની વિધાન સભા સામાન્ય ચુંટણી અંતર્ગત 155 ઓલપાડ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત ઓફિસર, ઓલપાડ સબ-ડીવીઝન, ઓલપાડ, જિ.સુરતના ચૂંટણી અધિકારી સી.કે.ઉંધાડે 155 -ઓલપાડ વિધાનસભા મતદાર વિભાગ માટે ચુંટણીઓના ફોર્મ બાબતે નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.
જે મુજબ ચૂંટણી અધિકારી 155 ઓલપાડ, વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત ઓફિસર, ઓલપાડ સબડીવીઝન, ઓલપાડની કચેરી, પહેલોમાળ, તાલુકા સેવાસદન, હાથીસારોડ, ઓલપાડ, તા.ઓલપાડ, જિ.સુરતને અથવા મદદનીશ ચૂંટણી અધિકારી 155- ઓલપાડ, વિધાનસભા મતદારવિભાગ અને મામલતદાર ઓલપાડ, મામલતદાર ઓલપાડની કચેરી, પહેલોમાળ, તાલુકા સેવાસદન, હાથીસા રોડ, ઓલપાડ, તા.ઓલપાડ, જિ.સુરત સમક્ષ તા.5-11-2022 થી તા.14-11-2022 સુધી (જાહેર રજા સિવાય ) સવારના 11થી બપોરના 3 વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. જેમા માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉમેદવારીપત્રોની ચકાસણી તા.15-11-2022ના રોજ સવારના 11 વાગ્યાથી ચૂંટણી અધિકારી 155 ઓલપાડ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત ઓફિસર, ઓલપાડ સબડીવીઝન, ઓલપાડની કચેરી, પહેલોમાળ, તાલુકા સેવાસદન, હાથીસારોડ, ઓલપાડ, તા.ઓલપાડ, જિ.સુરત ખાતે હાથ ધરવામાં આવશે.તા.17-11-2022ના રોજ બપોરના 3 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઈ પણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. મતદાન તા.1-12-2022ના રોજ સવારે 8 થી સાંજના 5 વાગ્યા વચ્ચે થશે. તેમ ઓલપાડ વિધાનસભાના ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *