
સુરત, 4 નવેમ્બર : ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ ધ્યાને લઈ ચુંટણીની કામગીરી મુકત અને ન્યાયી રીતે થઈ શકે તે માટે સુરત જિલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓકે પોતાને મળેલા અધિકારીઓ અનુસાર હુકમ દ્વારા સુરત જિલ્લામાં નિયુકત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટઓ સિવાયના અધિક જિલ્લા ચુંટણી અધિકારી, ચુંટણી અધિકારીઓ, મદદનીશ ચુંટણી અધિકારીઓ, વધારાના મદદનીશ ચુંટણી અધિકારીઓ તેમજ નિયુકત વર્ગ–3 થી નીચેની સંવર્ગના ના હોય તેવા તમામ સેકટર ઓફીસર(ઝોનલ ઓફીસર) ઓને ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ–21 હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે નિયુકત કર્યા છે. તેઓની નિમણુંક જે વિધાનસભા મતદાર વિભાગ માટે થયેલ હોય તે મતદાર વિભાગની સીમા પુરતા ઉપરોકત અધિનિયમની કલમ– 44, 103, 104, 129 અને 144 હેઠળના અધિકારો ચુંટણીની જાહેરાત થયા તારીખથી ચુંટણી પ્રક્રિયા પુર્ણ થયાની તા.10/12/2022 સુધી સુપ્રત કરવામાં આવ્યા છે. આ હુકમથી આપવામાં આવેલા સ્પે.એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટના અધિકાર અન્વયે માત્ર ચુંટણીની કામગીરી માટે જ કાર્યવાહી કરી શકાશે અને હુકમથી મળેલ સત્તાનો અન્ય કોઈ દુરઉપયોગ કરી શકાશે નહી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત