આચાર સંહિતાના અમલ સાથે સુરત જિલ્લામાં રાજકીય જાહેરાતો, હોર્ડિંગ્સ ઉતારાયા

સ્થાનિક
Spread the love

સુરત, 4 નવેમ્બર : ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ સાથે જ સમગ્ર સુરત જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણીની કામગીરીમાં જોતરાયું છે.સુરત જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી આયુષ ઓક અને અધિક જિલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ જિલ્લામાં સરકારી ઈમારતો, જાહેર સ્થળો, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતો વાળા પોસ્ટર, બેનરો તથા દિવાલો પરના લખાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સુરત જિલ્લાની 16 વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે માટે જિલ્લાનીસરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલ, દવાખાના, વિવિધ સરકારી શાળાઓની દિવાલો પરના રાજકીય જાહેરાતોના પોસ્ટર્સ, ફોટો, રાજકીય લખાણો વગેરે ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જાહેર વિસ્તારમાં આજરોજ જાહેર સ્થળો પર દિવાલો પરના 479 લખાણો, 416 પોસ્ટરો, 409 બેનરો તથા અન્ય 485 મળી કુલ 1789 જેટલા વિવિધ પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે. ખાનગી માલિકી પરના દિવાલો પરના 70 લખાણો, ત્રણ પોસ્ટરો, 41 બેનરો તથા અન્ય 35 મળી કુલ 149 રાજકીય સામગ્રી દુર કરવામાં આવી છે. આમ જાહેર તથા ખાનગી મિલકતો પરથી 1938 રાજકીય સામગ્રી દુર કરવામાં આવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *