સુરત 16 વિધાનસભા બેઠકોમાંથી 230 ઉમેદવારી ફોર્મનું વિતરણ કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 9 નવેમ્બર : સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે ફોર્મ વિતરણ થઈ રહ્યા છે ત્યારે આજ રોજ 230 ફોર્મનું વિતરણ કરાયું હતું. આમ ચાર દિવસ દરમિયાન ૬૨૩ ફોર્મનું વિતરણ કરાયું છે.આજ સુધી કોઈ રાજકીય પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભર્યું નથી. સુરત જિલ્લાની 16 વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર હાલ સતત ખડેપગે કામગીરી કરી રહ્યું છે. હાલ ઉમેદવારી ફોર્મ ભરવા, પોસ્ટલ બેલેટ માટેફોર્મ 12-ડી ભરાવવા સહિતની પ્રક્રિયા ચાલી રહી છે.
આજરોજ 155-ઓલપાડ પૂર્વ વિધાનસભામાંથી 16 ઉમેદવારી ફોર્મ,156-માંગરોળ વિધાનસભા બેઠકમાંથી 6 ફોર્મ, 157 માંડવીમાંથી 7 ફોર્મ, 158-કામરેજમાંથી ૦૩ ફોર્મ, 159 સુરત પુર્વ વિધાનસભામાંથી 27, જયારે 160-સુરત ઉત્તર વિધાનસભામાંથી 14 ફોર્મ, 161-વરાછા રોડ વિધાનસભામાંથી 14, જયારે 162 -કરંજમાંથી 19ફોર્મ, 163 -લિંબાયતમાંથી 27 ફોર્મ, 164 -ઉધના વિધાનસભામાંથી 18 ફોર્મ,165-મજુરા વિધાનસભામાંથી 22 ફોર્મ, 166-કતારગામમાંથી 12 જયારે 169- સુરત પશ્રિમમાંથી 8 ફોર્મ, 168-ચોર્યાસી વિધાનસભામાંથી 30 ફોર્મ, 169- બારડોલી વિધાનસભામાંથી 05 ફોર્મ અને 170-મહુવા વિધાનસભામાંથી 2 ફોર્મ મળી આજરોજ કુલ 230 ફોર્મનું વિતરણ કરાયું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *