સુરત જિલ્લાના પરવાનેદાર હથિયારધારકોએ હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા

સ્થાનિક
Spread the love

સુરત, 9 નવેમ્બર : વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જરૂરી નિયંત્રણો મૂક્યા છે.
જાહેરનામા અનુસાર સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને આદર્શ આચારસંહિતાનું પાલન અને ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હથિયારોનો ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારે ઉપયોગ ન થાય, તે માટે સુરત જિલ્લાના સમગ્ર વિસ્તા૨માં હથિયારો સાથે રહેવા, હ૨વા કે ફ૨વા ઉ૫૨ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લાયસન્સ ધરાવતા હથિયા૨ ધારકોએ તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં હથિયારો જમા કરાવવા. સુરત જિલ્લા બહારથી મેળવેલા લાયસન્સ હથિયારના પરવાનેદારોએ પણ તેમજ દેશના કોઈ પણ રાજ્યના કોઈ પણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે.અપવાદરૂપે સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ, માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીઓના ગનમેન, કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શિયલ બેંકો, એ.ટી.એમ તથા કરન્સીના હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ, હીરા ફેક્ટરીના ગાર્ડસને કામકાજના સમય દરમિયાન હથિયાર રાખવાની છૂટ રહેશે. આ જાહેરનામું તા.10/12/2022 સુધી અમલમાં રહેશે, જેથી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *