
સુરત, 9 નવેમ્બર : આજે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે અને ચારે તરફ ચૂંટણીનો માહોલ પ્રસરવા લાગ્યો છે તયારે ભારત સરકારના ભારી ઉદ્યોગ અને કૌશલ વિકાસ મંત્રી અને ઉત્તર પ્રદેશના સાંસદ તથા ભારતીય જનતા પાર્ટી , ઉત્તર પ્રદેશના પુર્વ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડે સુરત મહાનગરની મુલાકાતે આવ્યા હતા.

આજે તારીખ 9 નવેમ્બર બુધવારના રોજ સવારે ” અગ્રેસર ગુજરાત ” સંકલ્પ પત્ર-2022 અંતર્ગત મંત્રીએ ગ્લોબલ માર્કેટ , ગુડલક માર્કેટ તથા સિલ્ક સીટી માર્કેટ ના ફેરિયાઓ ,મજૂરો , કર્મચારીઓ તથા વ્યાપારીઓની મુલાકાત કરી હતી તથા તેમને ” અગ્રેસર ગુજરાત ” સંકલ્પ પત્ર-2022 વિશે માહિતી આપી હતી તથા તેમના વિચારો અને પસંદગી સાથેના સૂચનોના સંકલ્પ પત્ર સ્વીકારી સૂચન પેટીમાં જમા કરાવ્યા હતા .

તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં તેમણે જણાવ્યું હતું કે જેમ 2017ના વર્ષમાં પહેલા ઉત્તર પ્રદેશ અને પછી ગુજરાત રાજ્યમાં મળેલી જીતે 2019ના લોકસભાની શાનદાર જીતનો માર્ગ આસાન કર્યો હતો તેમઆવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ જનતાના આશીર્વાદથી બે તૃતીયાંશથી પણ વધારે બહુમતીથી જીત મળશે અને ઉત્તર પ્રદેશમાં મળેલી શાનદાર સફળતા અને ગુજરાતમાં મળવાની ભવ્ય જીત પછી 2024માં યોજાનારી લોકસભાની ચુંટણીમાં પાછલા બધા રેકોર્ડ તોડતી ઐતિહાસિક જીત મળશે .

ઉપરોક્ત પ્રસંગે મોટા પ્રમાણમાં રાજસ્થાન સમાજના તથા ઉત્તર પ્રદેશના વિવિધ શહેરો અને ગામોમાંથી આવી સુરતમાં વસેલા વ્યાપારીઓ , કર્મચારીઓ , મજૂર વર્ગ ઉપસ્થિત રહ્યા હતા .આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના મહામંત્રી કિશોર બિંદલ ,નગરસેવકો અને શુભેચ્છકો પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા .
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત