સુરતની 16 વિધાનસભા બેઠકોમાંથી આજે 228 ઉમેદવારી ફોર્મનું વિતરણ કરાયું

સ્થાનિક
Spread the love

સુરત, 10 નવેમ્બર : સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે ફોર્મ વિતરણ થઈ રહ્યા છે ત્યારે આજ રોજ 228 ફોર્મનું વિતરણ કરાયા હતા. આમ પાંચ દિવસ દરમિયાન 851 ફોર્મનું વિતરણ કરાયા છે. જ્યારે 163-લિંબાયત વિધાનસભા બેઠક માટે રામમુર્તિ મોર્યએ સોશ્યાલિસ્ટ યુનિટ સેન્ટર ઓફ ઇન્ડિયા(કમ્યુનિસ્ટ) પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી.સુરત જિલ્લાની 16 વિધાનસભાની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર હાલ સતત ખડેપગે કામગીરી કરી રહ્યું છે.
આજ રોજ 155-ઓલપાડ પૂર્વ વિધાનસભામાંથી 12 ઉમેદવારી ફોર્મ, 156-માંગરોળ વિધાનસભા બેઠકમાંથી 09 ફોર્મ, 157 માંડવીમાંથી 18 ફોર્મ, 158-કામરેજમાંથી 05 ફોર્મ, 159 સુરત પુર્વ વિધાનસભામાંથી 36, જયારે 160-સુરત ઉત્તર વિધાનસભામાંથી 09 ફોર્મ, 161-વરાછા રોડ વિધાનસભામાંથી 02, જયારે 162 કરંજમાંથી 10 ફોર્મ, 163 લિંબાયતમાંથી 35, 164 ઉધના વિધાનસભામાંથી 28, 165-મજુરામાંથી 07 , 166 કતારગામમાંથી 09 ફોર્મ જયારે 167 સુરત પશ્રિમમાંથી 16 ફોર્મ, 168 ચોર્યાસી વિધાનસભામાંથી 15 ફોર્મ, 169-બારડોલીમાંથી 07 ફોર્મ તથા 170 મહુવા વિધાનસભામાંથી 10 ફોર્મ મળી આજરોજ કુલ 228 ફોર્મનું વિતરણ કરાયું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *