સુરત ચેમ્બર દ્વારા HR: Initiatives for Building a Better Culture વિષે સેમિનાર યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 10 નવેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા.11 નવેમ્બર, 2022 ના રોજ સાંજે 5:30 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે HR: Initiatives for Building a Better Culture વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે નિર્મલ હોસ્પિટલ પ્રા. લિ.ના ચેરમેન અને બાળરોગ નિષ્ણાત ડો. નિર્મલ ચોરારિયા, સહજાનંદ ગૃપ ઓફ કંપનીઝના સહ–સ્થાપક ધીરજલાલ કોટડીયા અને પી.પી. સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પરાગ સંઘાણી દ્વારા ઉદ્યોગકારોને સંસ્થાઓમાં સારું અને પ્રગતિશિલ વાતાવરણ ઉભું કરવા હેતુ એચઆરની પહેલ વિષે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.
કર્મચારીઓ સંસ્થાને પોતીકી ગણી એક પ્રગતિશીલ કલ્ચર બનાવી શકે છે, પરંતુ એ માટેની વિચારધારા અને કાર્યપ્રણાલિ શું હોઈ શકે તે માટે આ જુદા જ પ્રકારના વિષયને સમજવા માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ઉપરોકત તજજ્ઞ ટીમની સાથે એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3hsnuz2 પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *