સુરતની 10 વિધાનસભામાં આવતીકાલે ભાજપાના દિગજ્જોની હાજરીમાં યોજાશે વિરાટ જન સંમેલન

રાજકીય
Spread the love

સુરત, 17 નવેમ્બર : ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીને અનુલક્ષીને પ્રથમ તબક્કામાં આવતી ગુજરાત રાજ્યની 89 વિધાનસભાઓમાં તારીખ 18 નવેમ્બર, શુક્રવારના દિવસે કાર્પેટ બોમ્બિંગના ભાગ રૂપે એક સાથે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર અને ગુજરાત પ્રદેશના વિવિધ આગેવાન નેતાઓ જાહેર સભાને સંબોધિત કરશે.જે અંતર્ગત સુરત શહેરની 10 વિધાનસભા ક્ષેત્રમાં આવતી કાલે ભાજપાના રાષ્ટ્રીય અને પ્રદેશના દિગજ્જ નેતાઓની ઉપસ્થિતિમાં વિરાટ જન સંમેલન આયોજિત કરવામાં આવ્યા છે.આ વિરાટ જન સંમેલન દ્વારા સુરત શહેરની 10 વિધાનસભામાં કેસરીયું વાતાવરણ બનાવવા સમગ્ર શહેર ભાજપાની ટીમ, વિવિધ મોરચાના આગેવાનો,કાર્યકર્તાઓ તડામાર તૈયારીમાં લાગી ગયા છે.વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપા દ્વારા આયોજિત આ વિરાટ જન સંમેલનો આગામી દિવસોમાં માસ્ટર સ્ટ્રોક પુરવાર થાય તો નવાઈ નહીં.
સુરત શહેરમાં આવતીકાલે શુક્રવારે જે વિરાટ જન સંમેલનો આયોજિત કરવામાં આવ્યા છે તેમાં કતારગામ તેમજ કરંજ વિધાનસભા સંમેલનોને મનસુખ માંડવીયા સંબોધન કરશે.ચોર્યાસી વિધાનસભામાં ભાજપાના લોકપ્રિય ઉમેદવાર સંદીપ દેસાઈના સમર્થનમાં આયોજિત વિરાટ જન સંમેલનને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને તેજાબી વક્તા યોગી આદિત્યનાથ માર્ગદર્શન કરવાના છે.લીંબાયત વિધાનસભા ક્ષેત્ર કે જ્યાં મહારાષ્ટ્રીયન સમાજનું પ્રભત્વ રહેલું છે ત્યાં મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સંબોધન કરશે. મજુરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર અને યુવા લોકપ્રિય નેતા હર્ષ સંઘવી આયોજિત સંમેલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અને સંબોધન કરશે.સુરત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના કદાવર નેતા પૂર્ણેશ મોદીના સમર્થનમાં આયોજિત સંમેલનને કેન્દ્રીય નેતા અનુરાગ ઠાકુર સંબોધન કરશે.જયારે વરાછા બેઠક પર લડાયક નેતા કુમાર કાનાણીના ચૂંટણી પ્રચારને વેગ આપવા આયોજિત સંમેલનને તેજાબી વક્તા અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સંબોધિત કરશે.જયારે સુરત પૂર્વમાં અરવિંદ રાણાના સમર્થનમાં આયોજિત સંમેલનને ભાજપા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુવા સાંસદ તેજસ્વી સૂર્યા સંબોધન કરશે.જયારે સુરત ઉત્તરમાં બીજેપીના લોકપ્રિય ઉમેદવાર કાંતિ બલર તેમજ કરંજ બેઠકના ઉમેદવાર પ્રવીણ ઘોઘારીનાં સમર્થનમાં આયોજિત સંમેલનોને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સંબોધન કરશે.આમ, એક જ દિવસમાં સુરત શહેરની 10 વિધાનસભામાં આવતીકાલે એક સાથે 9 દિગજ્જ અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજિત સંમેલનો દ્વારા ભાજપા દ્વારા મેગા ચૂંટણી પ્રચારનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આ સમેલનોને લઈને શહેર ભાજપાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સંમેલનોને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *