
સુરત, 22 નવેમ્બર : બિકાનેર, રાજસ્થાનથી સુરત આવેલા ધર્મેન્દ્ર અગ્રવાલે MCMC/મીડિયા સેન્ટર, આયોજન ભવન, બહુમાળી કેમ્પસ, નાનપુરા, સુરત ખાતે વિવિધ રંગબેરંગી પાણી પૂરીઓથી મતદાન જાગૃતિનો સિમ્બોલ બનાવ્યો હતો. આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે, અને લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બને એ માટે તેમણે પાણીપૂરી વડે ‘તા.1 ડિસેમ્બર: હું વોટ કરીશ: અવસર લોકશાહીનો’ લખીને પોતાની કલાકારીગરી વડે અનોખી રીતે મતદારોને મતદાન માટે જાગૃત્ત થવાનો સંદેશ આપ્યો છે. તેઓ બિકાનેરમાં પાણીપૂરીનો વ્યવસાય કરે છે. અને રાજસ્થાનમાં અગાઉ પાણીપૂરીઓ વડે આ પ્રકારના વિવિધ જનજાગૃત્તિ સંદેશ આપી ચૂક્યા છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત