સુરત શહેર-જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા 612 મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

સામાજીક
Spread the love

સુરત, 22 નવેમ્બર : દર વર્ષે વિશ્વભરમાં નવેમ્બર મહિનાના ત્રીજો રવિવાર વિશ્વ અકસ્માત સંભારણા દિવસ (World Day of Remembrance for Road Traffic Victim’s) તરીકે મનાવાય છે. જે સંદર્ભે ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ બ્રિજેશ વર્મા દ્વારા શહેર-જિલ્લામાં રોડ અકસ્માતથી મૃત્યુ પામેલા 612 મૃતકો માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. મૃતકોના પરિવારજનોની ઉપસ્થિતિમાં મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વાહન અકસ્માતમાં મળતી સહાય અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તૈયાર કરાયેલી અકસ્માત વળતર અંગેની પત્રિકા આપી સમજૂતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે આરટીઓ એમ.આર.ગજ્જર, ટ્રાફિક સર્કલ-૮ના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.મહંત, તથા અકસ્માત નિવારણ કેન્દ્રના પ્રમુખ રાજુ ઠક્કર, ઉપપ્રમુખ બેલા સોની, સામજિક કાર્યકર્તા ધર્મેશ ગામી અને સુરત જિલ્લા મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ ઓનર્સ એસો.ના પ્રમુખ રાજુ શાહ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના વિરાજ છાપિયા, દિપક જયસ્વાલ તેમજ સેક્રેટરી આર્યન વર્મા તેમજ 108 ઇમરજન્સીના રોશન દેસાઇ તથા તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *