સુરત જિલ્લામાં “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાનું આયોજન કરાયું

સુરત, 30 ડિસેમ્બર : સુરત જિલ્લા પંચાયત અને મહિલા બાળવિકાસ વિભાગ દ્વારા “કિશોરી કુશળ બનો” હેઠળ આયોજીત “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાનું આયોજન કિશોરીઓના વિકાસ અને સશક્તિકરણ માટે લેવામાં આવનારૂ એક અનેરું પગલું ગણી શકાય કે જેના પરિણામે કિશોરીઓ પોતાના આવનાર ભવિષ્યમાં પોતે જાતે જ પગભર થઇ શકશે, સ્વ-બચાવ કરી શકશે તેમજ સ્વસ્થ જીવનની દિશામાં […]

Continue Reading

31મી ડિસેમ્બરની ઉજવણી સ્થળોના આયોજકો અને માલિકોએ કાર્યક્રમની પૂર્વ મંજુરી લેવી પડશે

સુરત, 30 ડિસેમ્બર : 31મી ડિસેમ્બરના દિવસે ચાલુ વર્ષની વિદાય અને નવા વર્ષના પર્વની તમામ ઉજવણી સ્થળોના આયોજકો અને માલિકોએ કાર્યક્રમની પૂર્વ મંજુરી પોલીસ કમિશ્નરની કચેરી ખાતેથી મેળવવા તેમજ વિવિધ કૃત્યો ઉપર પ્રતિબંધ અંગેનું જાહેરનામું સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ શહેરના જાહેર રસ્તા/રોડ ફૂટપાથ ઉપર દારૂખાનું/ ફટાકડા […]

Continue Reading

સુરત : પી.એન.ડી.ટી એક્ટ અન્વયે જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

સુરત, 30 ડિસેમ્બર : જિલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખા હેઠળ પી.એન.ડી.ટી એક્ટ અન્વયે જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. એડવાઈઝરી કમિટીના ચેરમેન ડૉ. વીણા દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સુરત જિલ્લામાં કાર્યરત વિવિધ દવાખાના/હોસ્પીટલોમાં નવા રજીસ્ટ્રેશન માટેના 80 અને રીન્યુ થવા પામતા 67 સ્ત્રીરોગ પરીક્ષણ માટે આવશ્યક સોનોગ્રાફી મશીનની અરજીઓને મંજુરી આપવામાં આવી હતી. […]

Continue Reading

સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભા 12મી જાન્યુઆરીએ યોજાશે

સુરત, 30 ડિસેમ્બર : સુરત જિલ્લા પંચાયતની આગામી સામાન્ય સભા તા12/01/2023 ગુરુવારના રોજ બપોરે 1 વાગ્યે સુરતના દરિયામહેલ ખાતે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાશે. તેમજ કોઈ સંજોગના અભાવે આ સભાને મુલતવી રખાશે ત્યારે મુલતવી રહેલ સભા તે જ દિવસે ઉપરોક્ત સ્થળે એક કલાક બાદ મળશે એમ સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી સુરત દ્વારા જણાવ્યું છે.ઘણા […]

Continue Reading

સુરતમાં 11મી જાન્યુઆરીએ અડાજણ રિવરફ્રન્ટ પાસે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાશે

સુરત, 30 ડિસેમ્બર : આગામી તા.11મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ બાજુના પ્લોટ, જુનો અડાજણ રોડ ખાતે સુરત શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે પંતગ મહોત્સવનું આયોજન કરાયું છે. રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટ તંત્ર તેમજ મહાનનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પતંગ મહોત્સવને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકના […]

Continue Reading

ખેડા જિલ્લાની મહિલા બની પોતાના ગામ જેસાપુરાનું ગૌરવ, નિલમબેન બન્યા જેસાપુરાના પ્રેરણાસ્ત્રોત

ખેડા, 29 ડિસેમ્બર : નિલમબેન ચાવડા દ્વારા સંચાલિત જેસાપુરા ગામનું ‘બીસી પોઈન્ટ’ બન્યું ખેડા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની ખાસ ઉપસ્થિતિમાં આ બીસી પોઈન્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.તાલુકા લાઇવલીહૂડ મેનેજર દિલીપ શ્રીમાળી, TDO અને DLM સહીત અન્ય ઘણા મહાનુભાવો રહ્યા સૅમિનાર માં હાજર રહ્યા હતા.જેસાપુરા ગામમાં શરુ કરાયેલું આ બીસી પોઈન્ટ હવે […]

Continue Reading

સુરતમાં હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે યુ ટર્ન આવી રહયો છે, વર્ષ 2024 સુધીમાં ભારતનું ગારમેન્ટીંગ હબ બનવાની સંભાવના

સુરત, 29 ડિસેમ્બર : દક્ષિણ ગુજરાતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને વૈશ્વિક કક્ષાએ ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલા નવા ટ્રેન્ડ વિષે માહિતગાર કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘ટેકસટાઇલ વીક’8માં એડીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ગતરોજ સમાપન થયું હતું.ટેકસટાઇલ વીક અંતર્ગત […]

Continue Reading

ભારત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગના મંત્રી કૌશલ કિશોર સુરતમાં : શહેરના વિકાસથી થયા પ્રભાવિત

સુરત, 29 ડિસેમ્બર : ભારત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગના મંત્રી કૌશલ કિશોર આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી અને સેન્ટર દ્વારા આપતિ વ્યવસ્થાપન અંગે વિગતો થી વાકેફ થયા હતા. આ ઉપરાંત સુરત શહેર માં શહેરીજનોની સુવિધા ના પ્રોજેક્ટની પણ જાણકારી મેળવી હતી. મનપા કમિશનર શાલીની અગ્રવાલ એ મંત્રીને પ્રેઝન્ટેશન […]

Continue Reading

સુરત : વર્ષ 2001ના ભૂકંપમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિજનોને ભુજ ખાતે ‘સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય’ની મુલાકાતે લઈ જવામાં આવશે

સુરત, 29 ડિસેમ્બર : ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા ભયાનક ભૂકંપમાં જીવ ગુમાવનાર મૃતકોની સ્મૃત્તિ માટે કચ્છ જિલ્લાના ભુજ ખાતે ‘સ્મૃતિવન ભૂકંપ સ્મારક’ અને સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે, ત્યારે આ હતભાગી મૃતકોના પરિવાર અને સગા સબંધીઓ સ્વર્ગસ્થ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી શકે એ હેતુથી તેમને ભુજ ખાતે ‘સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય’ની મુલાકાતે લઈ જવામાં આવશે. આ […]

Continue Reading

રાજપીપળા ખાતે યોજાયેલી જિમ્નાસ્ટિક સ્પર્ધામાં સુરતની જીવનભારતી સ્પોર્ટ્સ કલબના ખેલાડીઓ 31 મેડલો સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમે

સુરત, 29 ડિસેમ્બર : નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સી.પી.વી.એમ. કોલેજમાં ગત તા.17/18 ડિસે. દરમ્યાન ગુજરાત રાજયની આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિકસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજ્યભરના 310 જેટલા ખેલાડીઓ તથા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા સુરતની જીવનભારતી સ્પોર્ટ્સ કલબ-નાનપુરાના ખેલાડીઓએ 31 મેડલો જીતીને ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. જીવનભારતીના એહતેસામ 6 ગોલ્ડ જયારે […]

Continue Reading