
સુરત, 2 ડિસેમ્બર : વેપાર – ઉદ્યોગમાં તથા દરેક ક્ષેત્રોમાં હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહયો છે. ખાસ કરીને ડિજીટલ બેન્કીંગનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહયો છે. જો કે, ટેકનોલોજીના ઉપયોગ દરમ્યાન યોગ્ય જાણકારીના અભાવે તેમજ કેટલીક ક્ષતિઓને કારણે વેપારીઓ તથા લોકો સાયબર ફ્રોડનો ભોગ બને છે, આથી સુરક્ષિત ડિજીટલ બેન્કીંગની જાણકારી આપવાના હેતુથી તેમજ આ દિશામાં ઉદ્યોગકારો, વેપારીઓ તથા લોકોને જાગૃત કરવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિવિધ અવેરનેસ સેશનોનું આયોજન કરવામાં આવે છે.
જેના ભાગ રૂપે ચેમ્બર દ્વારા શનિવાર, 3 ડિસેમ્બર, 2022ના રોજ સાંજે 6 કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘સાયબર સિકયુરિટી અવેરનેસઃ સુરક્ષિત ડિજીટલ બેન્કીંગ માટે એક કલાક આપો’ વિષય ઉપર અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે ટેકલોયર તેમજ સાયબર લો એન્ડ સિકયુરિટી કન્સલ્ટન્ટ ડો. ચિંતન પાઠક દ્વારા ડિજીટલ ઇકોનોમીમાં નાગરિકોની ભૂમિકા અને સુરક્ષિત ડિજીટલ બેન્કીંગ માટે કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ ? તેના વિષે માર્ગદર્શન આપશે. આ સેશનમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક http://bit.ly/3U5rJi1 પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત