
સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.ત્યારે, ખાસ કરીને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં આચાર સંહિતાનો ભંગ થવાની વિવિધ ઘટનાઓ બની હોવાની જાણકારી બહાર આવી રહી છે. સુરત શહેરના કરંજ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા મનોજ સોરઠીયા વિરુદ્ધ તેમણે કરેલી સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને ગુનો દાખલ થયો છે અને સાઇબર ક્રાઇમને તપાસ સોંપવામાં આવી છે.
પોલીસના સુત્રોથી મળેલી જાણકારી મુજબ કરંજના આપ ના ઉમેદવાર મનોજ સોરઠીયાએ ઝાડું જ ચાલે તેવી પોસ્ટ સાથે ઈવીએમનો ફોટો મૂક્યા બાદ ડિલિટ કર્યો હતો.જેની ગંભીરતા ચૂંટણી અધિકારીએ લેતા સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવી હતી. જેને લઈને સાઇબર ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવી રહી છે.મનોજ સોરઠિયા તેમના પરિવાર સાથે મતદાન કરવા ગયા હતા અને ત્યાર બાદ તેઓએ આ પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત