
સુરત, 6 ડિસેમ્બર : વિદ્યાર્થીઓ ભારતની નૌ સેના વિશે માહિતગાર થાય તે હેતુસર ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે ‘ભારતીય નૌ સેના દિવસ’ની ઊજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રિ-મિલીટરી ટ્રેનિંગ એકેડેમીના સંચાલક તેમજ ભારતીય વાયુસેનાના રિટાયર્ડ ઓફિસર હરેન ગાંધીએ ઉપસ્થિત રહી પોતાના સેવાકાળના અનુભવો વર્ણવ્યા હતા. તેમણે દેશની સેવા અર્થે ભારતીય સેનાના ત્રણેય દળોમાં જોડાવાની પ્રક્રિયા અંગે ઉપયોગી જાણકારી આપી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ સાથે ભારતીય નૌસેના સંદર્ભે પ્રશ્નોતરી સેશન યોજાયું હતું. જેમાં તેઓને ભારતીય નૌસેનાની વિશેષ જાણકારી અને સાહસો અંગે સમજ આપવામાં આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત