સુરત જિલ્લાની 16 વિધાનસભાની બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ

સ્થાનિક
Spread the love

સુરત , 6 ડિસેમ્બર : સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકો માટે તા.8મી ડિસેમ્બરના રોજ એસ.વી.એન.આઈ.ટી. કોલેજ-ઇચ્છાનાથ અને એસ એન્ડ એસ.એસ. ગાંધી કોલેજ-મજુરા ગેટ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેરની એસ.વી.એન.આઈ.ટી. કોલેજ ખાતે કુલ 6 વિધાનસભાની જ્યારે ગાંધી કોલેજ ખાતે 10 વિધાનસભાની મતગણતરી થશે. દરેક વિધાનસભા દીઠ 10 થી 14 ટેબલો ગોઠવીને મતગણતરી થશે. જેમાં એક માઈક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટ એક-એક સુપરવાઈઝર મતગણતરીના કાર્યમાં જોડાશે. આમ, 16 વિધાનસભામાં 2217 અધિકારી-કર્મચારીઓ મતગણતરીની કામગીરી કરશે.
એસ.વી.એન.આઈ.ટી. કોલેજ ખાતે મતગણતરીમાં 163- લિંબાયત વિધાનસભામાં 23 રાઉન્ડમાં 135 કર્મચારીઓ જોડાશે.161-વરાછા રોડની વાત કરીએ તો 17 રાઉન્ડમાં મતગણતરી થશે. 14 ટેબલ મળી કુલ 50 કર્મચારીઓ જોડાશે. 165 – મજુરા વિધાનસભામાં 19 રાઉન્ડમાં 80 કર્મચારીઓ, 162- કરંજ વિધાનસભામાં 18 રાઉન્ડ તથા 30 કર્મચારીઓ, 159 – સુરત પૂર્વ વિધાનસભામાં 18 રાઉન્ડમાં 60 કર્મચારીઓ, 160 – સુરત ઉત્તર વિધાનસભામાં 17 રાઉન્ડ અને 50 કર્મચારીઓ મતગણનામાં જોડાશે.

એસ એન્ડ એસ.એસ.ગાંધી કોલેજ ઓફ એન્જિનીયરીંગ-મજુરા ગેટ ખાતે 10 વિધાનસભાની મતગણતરી થશે. જેમાં 168-ચોર્યાસી વિધાનસભામાં 38 રાઉન્ડમાં મતગણતરી તથા 70થી 80 કર્મચારીઓ જોડાશે. 156-માંગરોળ વિધાનસભામાં 21 રાઉન્ડમાં ગણતરી અને 70 કર્મચારીઓ જોડાશે. ઉપરાંત, 157-માંડવી વિધાનસભામાં 22 રાઉન્ડમાં 285 કર્મચારીઓ, 166- કતારગામ વિધાનસભામાં 21 રાઉન્ડ તથા 85 કર્મચારીઓ, 167-સુરત પશ્ચિમમાં 19 રાઉન્ડ 187 કર્મચારીઓ, 163-લિબાયતમાં 23 રાઉન્ડ અને 135 કર્મચારીઓ, 164- ઉધના વિધાનસભામાં 18 રાઉન્ડમાં મતગણતરી 300 અધિકારી-કર્મચારીઓ, 169 – બારડોલી વિધાનસભામાં 20 રાઉન્ડ તથા એક રિઝર્વ રાઉન્ડ મળી 21 રાઉન્ડમાં મતગણતરી અને 200 કર્મયોગીઓ, 170-મહુવા વિધાનસભામાં 20 રાઉન્ડમાં 80 અધિકારી-કર્મચારીઓ, 158-કામરેજમાં 38 રાઉન્ડમાં 150 કર્મચારીઓ, 155-ઓલપાડમાં 32 રાઉન્ડમાં 250 કર્મચારીઓ મતગણતરીની ફરજમાં જોડાશે. તા.8ના રોજ સૌપ્રથમ બેલેટ પેપરની ગણના થશે, જેની નિયમ મુજબ ગણતરી શરૂ કરીને મુખ્ય મતોમાં ભેળવી દેવામાં આવશે, ત્યારબાદ ઈવીએમ ખુલશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *