સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના પક્ષકારોની સુગમતા માટે સુરત જિલ્લા સેવા સદન ખાતે સુનાવણી યોજાશે

કાયદા-કાનૂન
Spread the love

સુરત, 19 ડિસેમ્બર : સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના પક્ષકારોની સુગમતા માટે આગામી જાન્યુ.થી ડિસેમ્બર-2023 દરમિયાન ગુજરાત મહેસુલ પંચ દ્વારા સુરત જિલ્લા સેવા સદન ખાતે સુનાવણી યોજાશે. જે સંદર્ભે સુરત, તાપી, નવસારી તથા વલસાડ જિલ્લાના મામલતદાર, કૃષિપંચ, નાયબ કલેકટર, જિલ્લા કલેકટરના ચુકાદાઓ સામે ગુજરાત મહેસુલ પંચ સમક્ષ દાખલ થયેલ રિવીઝન/અપીલ તેમજ પરચુરણ અરજીઓની ન્યાયિક કાર્યવાહી સુરત જિલ્લા સેવા સદન, ગુજરાત મહેસુલ પંચ(સુરત સિટીંગ), 1લો માળ, એ-બ્લોક, ગેટ નં.3, પાછળનો ભાગ, અઠવાલાઈન્સ ખાતે હાથ ધરવામાં આવશે. જેની જાહેર જનતા, સંબંધિત પક્ષકારો તથા એડવોકેટશ્રીઓને નોંધ લેવા અનુરોધ છે.
સુનાવણી અંતર્ગત આગામી વર્ષ 2023માં જાન્યુ. માસની 19 અને 20 ફેબ્રુ. માસની 23 અને 24, માર્ચ માસની 16 અને 17, એપ્રિલની 27 અને 28, જુન માસની 22 અને 23, જુલાઈની 27 અને 28 , ઓગસ્ટની 24 અને 25, સપ્ટેમ્બરની 21 અને 22, ઓક્ટોબરની 26 અને 27, નવેમ્બરની 23 અને 24 તેમજ ડિસેમ્બર માસની 28 અને 29 ના રોજ ઉપરોક્ત સ્થળે સુનાવણી યોજાશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *