સુરત, 21 ડિસેમ્બર : સુરત જિલ્લામાં ખરીફ અંતીત અંદાજે 1.20 લાખ હેકટર વિસ્તારમાં લાંબાગાળાના ખરીફ પાકો જેવા કે, ડાંગર, જુવાર, મકાઈ, તુવેર, સોયાબીન, કપાસ અને શાકભાજી તથા રવિઋતુ દરમિયાન સંભવિત 1.25 લાખ હેકટર વિસ્તારમાં રવિપાકોનું વાવેતર થયું છે. જેમાં ચાલુ રવિ ઋતુમાં હાલમાં ધઉ, ચણા, જુવાર, શેરડી, ધાસચારા અને શાકભાજી જેવા પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. ઉભા પાકમાં બીજા હપ્તા માટે નાઈટ્રોજન યુકત ખાતરોની પુર્તિ ખાતર તરીકે જરૂરીયાત રહેતી હોય છે.
હાલમાં સુરત જિલ્લામાં વિવિધ સંસ્થાઓ અને ઈનપુટ વિક્રેતાઓ પાસે યુરીયા ખાતરનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં હાલમાં જિલ્લામાં 4134 મે.ટન વજનનું કુલ 91866 થેલી યુરીયા ખાતર, 2388 મે.ટન DAP અને 3694 મે.ટન MOP તથા 9880 મે.ટન NPK મિક્ષ અને 3149 મે.ટન SSP ખાતર ઉપલબ્ધ છે. જેથી સુરત જિલ્લામાં હાલમાં યુરીયા તેમજ DAP, MOP, NPK, SSP ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડુતોમિત્રોએ પોતાના તાલુકામાં યુરીયા ખાતરનો પુરતા જથ્થો ઉપલબ્ધ ના હોવાનું જણાય તો સંબધિત તાલુકાના ખેતી અધિકારી અને જિલ્લાકક્ષાની કચેરી ખાતે મદદનીશ ખેતી નિયામક(ગુ.નિ.) અને નાયબ ખેતી નિયામક(વિસ્તર) નો સંપર્ક સાધવા જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત