પઠાણ ફિલ્મને ગુજરાતમાં પ્રતિબંધ લગાવવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

સ્થાનિક
Spread the love

સુરત, 21 ડિસેમ્બર : સમગ્ર દેશમાં શાહરૂખખાનની પઠાણ ફિલ્મ સામે હિન્દૂ સંગઠનો સામે આકરો રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે.ત્યારે, સુરતમાં પણ આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે બુધવારે વિશ્વ હિન્દૂ પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જો સુરતમાં આ ફિલ્મ રિલીઝ થશે તો થિયેટરો પણ હિન્દુ સમાજનો રોષનો ભોગ બનશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. આવેદનપત્ર આપતા સમયે વીએચપીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

વીએચપી દ્વારા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે મધ્યપ્રદેશમાં આ ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે, ગુજરાતમાં પણ તેના પર પ્રતિબંધ મુકવામાં આવે.આ ફિલ્મમાં બેશરમ રંગ નામના ગીતમાં ભગવા રંગ પર કરવામાં આવેલી અભદ્ર તેમજ અશ્લીલ ટીપ્પણીથી હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે.આવી ફિલ્મો બનાવનાર પ્રોડ્યુસર અને કલાકારો સામે પણ આકરી કાર્યવાહી થવી જોઈએ.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *