ગોદરેજ કેપિટલે સુરતમાં એમએસએમઇ ધિરાણનો 10 ટકા બજારહિસ્સો મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો

વેપાર જગત
Spread the love

સુરત, 22 ડિસેમ્બર : ગોદરેજ ગ્રૂપની નાણાકીય સેવાઓ પૂરી પાડતી કંપની ગોદરેજ કેપિટલે સુરતમાં એની ઓફિસ શરૂ કરીને ગુજરાતમાં એની કામગીરી વધારી છે. કંપનીની પોલિસી તેમજ અનેકવિધ પાસાઓ વિષે વિસ્તૃત માહિતી આપવા ગુરુવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં,ગોદરેજ કેપિટલના એમડી અને સીઇઓ મનિષ શાહે જણાવ્યું હતું કે કંપની પ્રોપર્ટી સામે લોન (એલએપી) પર ધ્યાન કેન્દ્રિત કરીને 10 ટકા બજારહિસ્સો મેળવવાનો લક્ષ્યાંક ધરાવશે. ઉપરાંત કંપની નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (એમએસએમઇ) માટે અનસીક્યોર્ડ બિઝનેસ લોન પ્રસ્તુત કરશે અને ત્યારબાદ તરત સપ્લાય ચેઇન ધિરાણમાં પ્રવેશ કરશે. અનસીક્યોર્ડ બિઝનેસ લોન એસએમબી પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં ₹1-50 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા રિટેલ વ્યવસાયો, વેપારીઓ, ઉત્પાદકો અને સેવા પ્રદાતાઓ સામેલ છે.

શાહે વધુમાં જણાયું હતું કે ગોદરેજ કેપિટલ માટે સુરત મહત્વપૂર્ણ બજાર તરીકે જળવાઈ રહેશે, કારણ કે ખાનગી ધિરાણકારો દર વર્ષે એલએપી અને બિઝનેસ લોન્સ સ્વરૂપે રૂ. 7500 કરોડનું ધિરાણ કરે છે. કંપનીએ કામગીરીના પ્રથમ 18 મહિનામાં કુલ બજારહિસ્સાનો 10 ટકા હિસ્સો મેળવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. કંપની સંપૂર્ણ એમએસએમઇમાં વિવિધ પ્રોડક્ટ ઓફર કરવા સુરતમાં 70 ચેનલ પાર્ટનર્સ સાથે જોડાણ ધરાવે છે.અત્યારે ગોદરેજ કેપિટલ રૂ. 4000 કરોડની બેલેન્સ શીટ ધરાવે છે અને કંપનીનો ઉદ્દેશ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 6,000 કરોડ તથા વર્ષ 2026 સુધીમાં રૂ. 30,000 કરોડનો છે. 1300 ચેનલ પાર્ટનર્સના બહોળા નેટવર્ક અને 270થી વધારે ડેવલપર્સ સાથે ગોદરેજ કેપિટલ હોમ લોન્સ અને પ્રોપર્ટી સામે લોનમાં 7,300 ગ્રાહકોને સેવા આપે છે.

શાહે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે “સુરત અમારી વૃદ્ધિના એજન્ડાનો મહત્વપૂર્ણ ભાગ છે, કારણ કે અમે ગુજરાતમાં કામગીરી વધારવા આતુર છીએ. સરકારી પહેલોએ એસએમઇ માટે ઝડપી આર્થિક વૃદ્ધિની સુવિધા આપી છે. અમે અમારાં નવીન પ્રોડક્ટ ઓફરો અને ડિજિટલ-ફર્સ્ટ અભિગમ સાથે વૃદ્ધિની ઘણી સંભવિતતા જોઈએ છીએ. અમારું ધ્યાન સુરતમાં વ્યવસાયના માલિકો સાથે જોડાણ કરવા પર કેન્દ્રિત રહેશે, કારણ કે તેઓ સંભવિતતા હાંસલ કરવા વૃદ્ધિ કરી શકે છે.”એમએસએમઇ સેગમેન્ટમાં પોતાની પહોંચ અને ઉપયોગી ઓફરો વધારવા કંપનીએ તાજેતરમાં કુશળતા સાથે આવકના એકથી વધારે સ્વરૂપોનું મૂલ્યાંકન કરવા નીયોલેપ પ્રસ્તુત કર્યું હતું, જેથી વ્યવસાયના માલિકોને બજારમાંથી પ્રાપ્ત થશે એની સરખામણીમાં લોનની વધારે ઊંચી રકમ મળશે.ગોદરેજ કેપિટલ ઇ-સિગ્નેચર્સ અને ડિજિટલલોન એપ્લિકેશન્સ જેવી નવીન ઓફરો દ્વારા તમામ ઉત્પાદનો અને સેવાઓમાં સંપૂર્ણ ડિજિટલ સેવાઓ પૂરી પાડે છે. ઉપરાંત વ્યવસાયના માલિકો 3 વર્ષ સુધી ફક્ત વ્યાજની ચુકવણી જેવા પુનઃચુકવણીના વિકલ્પો પસંદ કરી શકે છે અને “ડિઝાઇન યોર EMI” પ્રોગ્રામ હેઠળ ત્રિમાસિક કે દ્વિ-માસિક હપ્તાની ચુકવણી કરી શકે છે. લવચિક ઓફરોની રેન્જ સાથે ગોદરેજ કેપિટલ એસએમઇ સેગમેન્ટ માટે પસંદગીના ધિરાણકાર બનવા આતુર છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *