સુરતના અમરોલી ખાતે રહેતી આધેડ મહિલાને ‘આયુષ્માન ભારત’ યોજના આર્શીવાદરૂપ સાબિત થઇ

સ્થાનિક
Spread the love

સુરત, 23 ડિસેમ્બર : ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની આરોગ્ય સુખાકારી માટે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ‘આયુષ્માન ભારત’ આરોગ્યલક્ષી યોજના અમલી છે, જેમાં ગંભીર બીમારીઓના ઓપરેશન માટે વિનામૂલ્યે કરવામાં આવે છે. આ યોજના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સુરત શહેરની અમરોલી વિસ્તારની ગણેશપુરા કૃષ્ણનગર સોસાયટી ખાતે રહેતા 58 વર્ષીય કંચન રમેશ પટેલે ‘આયુષ્માન ભારત’ યોજનાનો લાભ મેળવીને તદુંરસ્ત સુખમય જીવન વિતાવી રહ્યા છે.
સરકારનો આભાર વ્યક્ત કરતાં કંચન પટેલે જણાવ્યું હતું કે, અમારો પરિવાર મધ્યમવર્ગી પરિવાર છે, મારા પતિ શાકભાજીનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એવામાં મને સ્વાઈલ-ફલુની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને10 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ સમયે મને હદયની બિમારી ઘર કરી ગઈ હતી. એક દિવસ અચાનક જ દુખાવો થતા મને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં તબીબો દ્વારા એન્જિયોગ્રાફીની કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ મારો મધ્યવર્ગીય પરિવાર એન્જિયોગ્રાફી કરાવી શકે એટલા નાણા ન હતા. જેથી ડોક્ટર દ્વારા આયુષ્યમાન કાર્ડ ચલાવતી હોસ્પિટલમાં શિફ્ટ થવા માટે સમજાવ્યું. જેથી મને મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર શરૂ કરી એન્જિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી કર્યા બાદ ચાર દિવસ યોગ્ય સારવાર હોસ્પિટલમાં મળી હતી.

જો મને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો ન હોત તો મારા માટે સારવાર કરાવવી શકય ન હોત તેમ જણાવીને કહ્યું કે, મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને છેલ્લે રજા આપવામાં આવી ત્યાં સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક મળી છે. ઉપરાંત મને રજા મળવાની સાથે ઘરે જવા માટે ભાડુ પણ આપવામાં આવ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *