
સુરત : પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબ ગ્રોન ગ્રુપ આયોજિત દીકરી જગત જનની સમૂહ લગ્ન અંતર્ગત તા. 22મી ડીસેમ્બર ગુરૂવારે મહેંદી રસમનાં મહેંકતા કાર્યક્રમ બાદ હવે આજે તા. 24 ડિસેમ્બરે પહેલા ભાગમાં 150 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે. એ અગાઉ લગ્ન સ્થળ પર હાલ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

‘દીકરી જગત જનની ‘ નામથી પીપી સવાણી સ્કૂલ નજીક અબ્રામા ગામના વિશાળ પટાંગણમાં24 અને 25 ડિસેમ્બરે બે દિવસ 150 – 150 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે. જે માટે વિશાળ પટાંગણમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં જ્યારે લોકો અહી આવશે ત્યારે પાર્કિંગ સહિતની સુવિધાની પણ તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે ખાસ આયોજન કરાયુ છે. રસોડામાં સીધુ સામગ્રી મોટી સંખ્યામાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. રસોડું, મંડપ, સ્ટેજ, પાર્કિંગ અને મુખ્ય રૂટ પર પણ અનેક કાર્યકરો તૈનાત રહેશે. આ પ્રસંગમાં લગભગ 4000 થી વધુ સ્વયંસેવકો આ રીતે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત લોકોની સુવિધા માટે આરોગ્ય અને ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે આ લગ્ન અવસરે એક લાખથી વધુ લોકો અંગદાનનો સંકલ્પ લઇને અનોખો રેકોર્ડ નોંધાવશે તો જરૂરિયાતમંદ 1000 વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દત્તક યોજનાની પણ શરૂઆત થશે. આજે ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષસંઘવી, ઋષીકેશ પટેલ, કુબેર ડીંડોર, મુકેશ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસ ના 150 લગ્નમાં 2 મુસ્લિમ યુગલ નિકાહ પઢશે તો 1 ખ્રિસ્તી યુગલ પણ નવજીવનની શરૂઆત કરશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત