સુરત : મેઇન્ટેનન્સનું કામ કરાવી પરત જતી બસમાં આગ લાગી,19 મુસાફરો બચી ગયા

સ્થાનિક
Spread the love

સુરત, 26 ડિસેમ્બર : સુરત શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં બસમાં આગ લાગવાની ઘટનાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે.ત્યારે સોમવારે ફરી એક વાર બસ સળગવાની ઘટના બની હતી.સોમવારે શહેરના પાલ આરટીઓ ખાતે શાળામાં બાળકોને લાવતી-લઈ જતી ખાનગી કંપનીની બસ મેઇન્ટેનન્સ કરાવીને પરત અડાજણ જય રહી હતી ત્યારે, અચાનક તેમાં આગ લાગી હતી.આ બસમાં મહિલા, બાળકો સહિત કુલ 19 ખાનગી મુસાફરો સ્વર હતા.બસના ચાલકને બસમાં ધુમાડો નીકળતો હોવાનું ધ્યાનમાં આવતા બસને ઉભી રાખીને તમામ 19 મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ત્વરિત ગતિએ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે, આગમાં બસને ઘણું નુકશાન થયું હતું.
આ ઘટના અંગે મળેલી જાણકારી મુજબ આ બસ સુરતની શાળામાં ચાલતી જીવનયાત્રા ટ્રાવેલ્સની ખાનગી કંપનીની બસ હતી.આ બસ ઈચ્છાપોર ખાતે મેઇન્ટેનન્સ કરાવીને પરત આવતી હતી. ત્યારે પાલ આરટીઓ નજીક બસમાં આગ લાગી હતી.બસમાં બે મહિલા અને બે બાળક સહિત 19 જેટલા લોકો હતા, તમામ લોકો બસમાંથી ઊતરી ગયા હતા.આ બસના ટાયર બદલવાના હોઈને તેને ચાલક અડાજણ લઈને જી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.આગની આ ઘટના શોર્ટ સર્કિટના કારણે થઇ હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.જોકે, તમામ મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી અને તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *