
સુરત, 26 ડિસેમ્બર : ભારત સરકાર દ્વારા કેમિકલ પ્રોડકટ વિષે કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ સંબંધિત બીઆઇએસ સર્ટિફિકેટ લેવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, આથી આ અંગેની અવેરનેસ કેમિકલ તથા પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીમાં લાવવાના હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ– સુરત બ્રાંચના સંયુકત ઉપક્રમે મંગળવાર, 27મી ડિસેમ્બર, 2022ના રોજ સાંજે 5:30 કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને માનક મંથન વિષય ઉપર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અવેરનેસ પ્રોગ્રામમાં બીઆઇએસ– સુરત બ્રાંચ ઓફિસના ડાયરેકટર એન્ડ હેડ એસ.કે. સિંઘ તથા ડેપ્યુટી ડાયરેકટરો ઇશાન ત્રિવેદી અને અભિષેક નાયડુ ઉદ્યોગકારોને કેમિકલ અને પેટ્રો કેમિકલ ઉદ્યોગો માટે જે બીઆઇએસ સર્ટિફિકેટ લેવાનું હોય છે તેના સંદર્ભે વિસ્તૃત સમજણ આપશે. આ ઉપરાંત ઉદ્યોગકારોને માનક મંથનના ધારાધોરણો વિષે પણ માહિતી આપવામાં આવશે.આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક ઉપર ફરજિયાત પણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત