
સુરત, 25 ડિસેમ્બર : તારીખ 25મી ડિસેમ્બર રવિવારના રોજ ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામહ એવા પરમ આદરણીય અટલ બિહારી બાજપાઈનો જન્મદિવસ કે જેને ભારતીય જનતા પાર્ટી સુશાસન દિવસ તરીકે ઉજવે છે તે દિવસે બાજપેયીજીને પુષ્પાર્પણ કરી સુરતમાં ભાજપા દ્વારા અભિવાદન સહ ઋણસ્વીકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વચ્ચે આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોની કરવામાં આવેલી પ્રસ્તુતિ પર કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા.

ગુજરાત વિધાનસભામાં મળેલી ઐતિહાસિક જીત માટે ભારતીય જનતા પાર્ટી , સુરત મહાનગર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી , ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય જે.પી.નડડા , કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી અમિતશાહ , ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અને કુશળ સંગઠક ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શન તળે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજયને આવકારવા અને મતદારોના આભાર દર્શન માટે ગુજરાતમાં સુરત ખાતે આ સૌ પ્રથમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા સુરત મહાનગરના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ સુરત મહાનગર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી , ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડા , કેન્દ્રીય ગૃહ તથા સહકારીતા મંત્રી અમિત શાહ , ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અને કુશળ સંગઠક ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ,ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા સુરત મહાનગરના તમામ કાર્યકર્તાઓ , મીડિયાના મિત્રોનો તથા નગરજનોનો ઋણસ્વીકાર કર્યો હતો .

ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પણ સર્વેનો ઋણ સ્વીકાર કરતા કહ્યું હતું કે જયારે આ ચૂંટણીમાં સમગ્ર દેશની નજર ગુજરાત રાજ્ય પર હતી તયારે સમગ્ર ગુજરાતની નજર સુરત પર હતી અને સુરત મહાનગરના તમામ કાર્યકર્તાઓ અને નગરજનોએ ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રીમાં જે વિશ્વાસ મૂકી આ જીત અપાવી તે ધન્યવાદને પાત્ર છે .

કેન્દ્રીય રેલ તથા કપડાં રાજ્યમંત્રી દર્શન જરદોષએ તેમના ઉદબોધનમાં અટલબિહારી બાજપેયીજીની કવિતાનું પાઠન કર્યું હતું . સાથે તેમણે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કુશળ સંગઠન કલા અને નેતૃત્વની પ્રશંસા કરી હતી અને ચૂંટાયેલા તમામ ઉમેદવારોને ધન્યવાદ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કવિતા સાથે પોતાનું વ્યક્તત્વ પૂર્ણ કર્યું હતું .

કુશળ સંગઠક અને યશસ્વી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુરત મહાનગર તથા સુરત જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને નગરજનોને આ ભવ્ય વિજય આપવા બદલ તેમને નમન અને પ્રણામ કરી તેમના ઉદબોધનની શરૂઆત કરી હતી.સાથે તેમણે પ્રધાનમંત્રી મોદી , ગૃહ મંત્રી અમિત શાહ તથા તમામ કેન્દ્રીય આગેવાનો તથા પ્રાદેશિક નેતાઓનો પણ આભાર માન્યો હતો જેઓએ ગુજરાતની ચૂંટણીમાં પોતાનો ફાળો આપ્યો હતો . તેમણે એક નવો કીર્તિમાન સ્થાપવા બદલ ખુશી વ્યકત કરી હતી પણ સાથે તેમણે જણાવ્યું કે કદાચ ક્યાંક થોડી કચાશ રહી ગઈ નહિતર આપણે કદાચ 176 સીટો સુધી પણ જીતી શક્યા હોત .

વર્ચ્યુઅલ સંબોધનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અનેકેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહએ આ મળેલી ભવ્ય જીતનો શ્રેય બૂથ લેવલના કાર્યકર્તાઓ થઈ લઈને પેજ પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ સુધીના તમામ લોકોને આપ્યો હતો .તેમણે તેમના ઉદબોધનમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમની પેજ કમિટી અને પેજ પ્રમુખની રણનીતિના કારણે આ ભવ્યાતિભવ્ય જીત મળી છે કે જેનો રેકોર્ડ તોડવો હવે કદાચ ભારતીય જનતા પાર્ટી માટે પણ અઘરો પડશે . તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના વખાણ કરતા કહ્યું કે તેમના નેતૃત્વ હેઠળ સરકારે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને છેવાડાના માનવી સુધી તેમની સરકાર પહોંચી શકી છે અને તે જ કારણે પણ ગુજરાતની જનતા મન બનાવી ચુકી હતી કે ફરી એક વાર ભાજપની સરકાર ઐતિહાસિક જીત સાથે બનાવશું.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી,શહેર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા,મેયર હેમાલી બોઘાવાલા વગેરેએ સૌ નાગરિકો વચ્ચે જઈ ગુલાબની પાંખડીઓ ઉડાડી સહુ નાગરિકોનું અભિવાદન કર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત