
સુરત, 26 ડિસેમ્બર : રવિવારે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીનો જન્મ દિવસને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં ભાજપા અને સંઘ પરિવારના વિવિધ એકમો દ્વારા આ દિવસે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે.સુરતમાં વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રવિવારે અટલ સેવા અભિયાન અંતર્ગત વોર્ડ ક્રમાંક 27માં જરૂરિયાતમંદોને કડકડતી ઠંડીમાં ગરમ ધાબળા અને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્યમાં સુરત શહેરના સંયોજક રાહુલભાઈ, વોર્ડ ક્રમાંક 27ના સંયોજક જય ત્રિવેદી અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.ત્યારે, શિયાળાની કડકડતી ઠંડીમાં ગરીબો અને જરૂરિયાતમંદોને ગરમ વસ્ત્રોના વિતરણની પ્રવૃત્તિની લોકોમાં પ્રશંસા પામી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત