
સુરત, 26 ડિસેમ્બર : કોરોનાની સંભવિત લહેરને ધ્યાને લઈ સુરત શહેરની સિવિલ હોસ્પિટલ તથા જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતીકાલે 27મી ડિસેમ્બરના રોજ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન અર્થે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને સિવિલ હોસ્પિટલના કોન્ફરન્સ રૂમ ખાતે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત લહેરને ધ્યાને લઈને સિવિલ હોસ્પિટલ તથા જિલ્લાના તમામ સામુહિક કેન્દ્રો, માંડવી અને બારડોલીની સબ ડ્રિસ્ટીક હોસ્પિટલો ખાતે ઓકિસજન પ્લાન્ટોનું ટેસ્ટીંગ, વેન્ટીલેટરોનું ટેસ્ટીંગ, મેડીસીન, માસ્કના જથ્થાની ઉપલબ્ધતા, નર્સીગ સ્ટાફને તાલીમ બધ્ધતા અંગેની ચકાસણી સહિત મોકડ્રીલમાં આવરી લેવામાં આવશે. બેઠકમાં સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોલવેલકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત