સુરત, 26 ડિસેમ્બર : સમગ્ર દેશમાં હાલ શાહરૂખખાન અને દીપિકા પદુકોણ અભિનીત ” પઠાણ ” ફિલ્મનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.આ ફિલ્મમાં કેસરી રંગને લઈને ફિલ્માવાયેલું ગીત ભારે વિવાદનું કેન્દ્ર બન્યું છે અને સમગ્ર હિન્દૂ સમાજમાં પણ રોષ વ્યાપ્યો છે ત્યારે, સોમવારે સુરતના કામરેજ ખાતે અગાઉ હિન્દૂ સંગઠનોએ આપેલી ચેતવણી છતાં આ વિવાદિત ફિલ્મના પોસ્ટર લગતા ભારે રોષ વ્યાપ્યો હતો અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય હિંદુ સંગઠનો દ્વારા સિનેમા થિયેટર પાસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.સોમવારે કામરેજ ખાતે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ થિયેટરમાં પ્રવેશ્યા હતા અને આ ફિલ્મના પોસ્ટરો ફાડીને તેમનો રોષ પ્રગટ કર્યો હતો.
કામરેજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપીને આ ફિલ્મને અહીં ન દર્શાવવામાં આવે તેવી રજુઆત કરી હતી તેમજ. થિયેટરના માલિકને પણ આ બાબતે જાણ કરી હતી.તેમ છતાં આ ફિલ્મના પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.આ ફિલ્મના એક ગીતમાં ભગવા રંગની બિકિનીવાળાં પોશાકમાં દીપિકા પાદુકોણ અને શાહરુખ જોવા મળે છે તેમજ આ ગીતમાં ભગવા રંગને બેશરમ રંગ કહેવામાં આવ્યો છે.જેથી હિન્દૂ સમાજમાં રોષ વ્યાપે એ સ્વાભવિક છે.દેશમાં હિન્દૂ સમાજના વિવિધ સંપ્રદાયોના સંતો-મહંતોએ પણ આ ફિલ્મ સામે તેમનો ઉગ્ર રોષ પ્રગટ કર્યો છે.સોમવારે હિન્દૂ સંગઠનોએ રેલી સ્વરૂપે કામરેજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને કલાકારોનાં પૂતળાનું પણ દહન કર્યું હતું.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત