
સુરત, 27 ડિસેમ્બર : કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર-સુરત, દ્વારા માંડવી તાલુકાના ગામતળાવ ખુર્દ ગામ ખાતે તાલુકા સ્તરીય ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગ્રામીણ વિસ્તારના યુવાનોને ખેલકૂદ અંગે જાગૃત કરવા અને તેઓને રમત ગમત માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાયેલા ખેલ મહોત્સવમાં કબડ્ડી, ખો-ખો, 100 મીટર દોડ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર તાલુકામાંથી 200 જેટલા યુવક યુવતીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં વિજેતા તેમજ ઉપ વિજેતા ટીમ અને ખેલાડીઓને પ્રમાણપત્ર, ટ્રોફી અને મેડલ્સ આપી જિલ્લા સ્તરે મોકલવામાં આવ્યા હતા. તાલુકા પ્રતિનિધિ આનંદચૌધરી, શાંતિલાલ વસાવા અને ધર્મેશ ચૌધરી દ્વારા જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ તાલુકા સ્તરીય ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ગિરીશ ચૌધરી અને શાળા ના આચાર્યતેમજ મેહુલ ડોંગા અને સત્યેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત