
સુરત, 27 ડિસેમ્બર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ‘દક્ષિણ ગુજરાતનાં આદિવાસી સમાજના પ્રશ્નો અને પડકારો અંગે ચિંતન’ પર વર્કશોપ અને ડો. જે. ટી. ચૌધરી તેમજ ધારાસભ્ય ડૉ. જયરામ ગામિતનો અભિવાદન સમારંભ યોજાયો હતો. જેમાં આદિવાસી સમાજને સ્પર્શતા મહત્વના મુદ્દાઓ અને પડકારો પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના સમાજશાસ્ત્ર વિષયના 60થી વધુ અધ્યાપકો અને સંશોધકોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડા, બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવી, સિન્ડીકેટ સભ્ય કિરણ ઘોઘારી, હસમુખ પટેલ, વિભાગના અધ્યક્ષ ડો. મધુ ગાયકવાડ તેમજ ડો. મોસમ ત્રિવેદી અને ડો. સત્યકામ જોશી સહીત અન્ય અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત