સુરત, 27 ડિસેમ્બર : ગોથાણ રોડ-રંગોલી ચોકડીથી કીમ રોડ વચ્ચે આવેલા રેલ્વે ક્રોસીંગ નં.150ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલતી હોવાથી આ રૂટનો વાહન વ્યવહાર કોઈ પણ અવરોધ વિના ટ્રાફિક સરળતા ચાલે તેવા આશયથી સુરત જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ વાય. બી. ઝાલાએ એક જાહેરનામા દ્વારા રસ્તાને ડાયવર્ટ કર્યો છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રેલ્વે ફાટક નં.150 બંધ રહે તે દરમ્યાન વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર દક્ષિણ દિશામાં ગોથાણ ફાટક નં.149 તથા ઉત્તરે સાયણ રેલ્વે ઓવરબ્રીજ ઉપરથી થઇ શકશે. આ જાહેરનામાનું અમલ તા.30/05/2023 સુધી અમલમાં રહેશે. ભંગ કરનાર સજાને પાત્ર થશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત