
ધરમપુર, 28 ડિસેમ્બર : શ્રીમદ્દ રાજચંદ્રમિશન ધરમપુરના આંતરરાષ્ટ્રીય મુખ્યમથક ખાતે વર્ષ આધ્યાત્મિક સ્વપ્નદ્રષ્ટા અને વૈશ્વિક માનવતાવાદી સંતગુરુદેવ રાકેશજીના માર્ગદર્શન હેઠળ રચાયેલ 24 થી 27 ડિસેમ્બર દરમિયાન 2022ના અંતમાં એક અનોખા ‘SRMD ગ્લોબલયુથફેસ્ટિવલ 2022’ ઉજવવામાં આવ્યોહતો.સુપ્રસિદ્ધ G20 સમિટ 2022ના સહયોગમાં આ વૈશ્વિક યુવા ઉત્સવમાં 50 થી વધુ વિશિષ્ટ ઈવેન્ટ્સ યોજવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મંગળવારે ગુજરાત રાજ્યના ગૃહ, યુવા, રમતગમત, ઉદ્યોગ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શ્રીમદ રાજચંદ્રમિશન ધરમપુરની ગ્લોબલ યુથ કમિટી પણ આ ફેસ્ટિવલના ભાગરૂપે હાથ ધરાયેલા ગ્રામીણ અનેસાંસ્કૃતિક અભિયાનોને વિસ્તૃત રીતે રજૂ કરવા તેમની સાથે જોડાઈ હતી.

‘SRMD ગ્લોબલ યુથ ફેસ્ટિવલ 2022’ માં એક વિશિષ્ટ સામાજિક કલ્યાણ હેકાથોન સ્પર્ધા ‘હેક્સ ફોર હ્યુમેનિટી’ રાખવામાંઆવીહતી, જેના વિજેતાઓને ભારતના UNEPના ડાયરેક્ટર અતુલ બગાઈના હસ્તે પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તેઓ ફેસ્ટિવલમાં હાથ ધરાયેલ વિવિધ ગ્રામીણ ઉત્થાન પ્રોજેક્ટ્સથી અત્યંત પ્રભાવિત થયા હતા.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વ્યક્તવ્યમાં કહ્યું હતું કે આજે સોશિઅલ મીડિયાના ફેન્સી જમાનામાં આટલી મોટી સંખ્યામાં અલગ અલગ ક્ષેત્રોના અલગ અલગ દેશોમાંથી યુવાઓ શ્રીમદ્દરાજચંદ્ર આશ્રમમાં આ ગ્લોબલ યુથફેસ્ટિવલ માટેઆવ્યા છે તે બહુ મોટી વાત છે.ગુરૂદેવ રાકેશજી તેઓને સ્પિરિચ્યુઅલી જોડી રહ્યા છે અને એક નવી દિશા આપી રહ્યા છે. મેં આ ફેસ્ટિવલના અલગ અલગ કાર્યક્રમોની પ્રસ્તુતિજોઈ, હુંઅત્યંત પ્રભાવિત થઇ ગયો ..!દુનિયાંના ઘણા દેશોમાં આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મને મળ્યો છે, પરંતુ‘હેક્સ ફોર હ્યુમેનિટી’ માં પ્રસ્તુત 40 થી વધુ આઈડિયા જોઈ હું આશ્ચર્ય ચકિત થયોછું. હું અહીં આવીને ઘણું શીખ્યો છું.આવી અદભુત પ્રવૃત્તિઓ માટે વિચાર અને દિશા આપવા બદલ હું ગુરૂદેવ રાકેશજીનો આભાર માનું છું.”

ગ્લોબલ યુથ ફેસ્ટિવલના આયોજન પાછળ ગુરુદેવ રાકેશજીનું દૂરંદેશી દ્રષ્ટિહતી, “જબરદસ્તઊર્જા, ઉત્સાહ, ઉમંગઅનેશક્તિ એ આજના યુવાનોની સંપત્તિ છે.તેમની પાસે જુસ્સો છે પરંતુ દિશાની જરૂર છે. તેમની પાસે પાંખો છે અને જો તેમને આંખો આપવામાં આવે તો તેઓ આધ્યાત્મિક આકાશમાં ઉંચા અને દૂર સુધી ઉડી શકે છે.”

‘SRMD ગ્લોબલ યુથ ફેસ્ટિવલ 2022’ માં યુએસએ, કેનેડા, યુનાઇટેડ કિંગડમ, યુએઈ, ઓસ્ટ્રેલિયા, કેન્યા, હોંગકોંગ, સિંગાપોર વગેરે સહિત 15થી વધુ દેશોના યુવાઓએ ભાગ લઇ વિવિધ સંસ્કૃતિઓનું સુંદર સંયોજન રચ્યું હતું.

આ હતી ‘SRMD ગ્લોબલ યુથ ફેસ્ટિવલ 2022’ની યાદગાર વિશેષતાઓ

ગુરુદેવ રાકેશ દ્વારા કી નોટ સિરીઝ – ‘સફળતાના DNA’ જેમાં સર્વોચ્ચ બનવાની ચાવીઓ બતાવવામાં આવી હતી.25 થી વધુ સામાજિક અસર અને ગ્રામીણ પુનર્જીવન પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા હતા.

● મેગામલ્ટી-સ્પેશિયાલિટી મેડિકલ કેમ્પ જ્યાં યુવાઓએ એનિમિયા પરીક્ષણ, કેન્સર નિદાન વગેરે સહિતના આરોગ્ય શિક્ષણમાં ભાગ લીધો હતો અને
તપાસ કરવામાં સક્રિય પણે મદદ કરી હતી.
● દિવ્યાંગો માટે ખાસ થેરપી અને ઓલિમ્પિક્સ,જેમાં યુવાઓએ બાળકો માટે વોકર અને વ્હીલચેર પણ બનાવી
● પ્રાણીઓમાટેમેડિકલકેમ્પ
● મિયાવાકી ઔષધીય વનીકરણ: સમગ્ર પ્રદેશમાં સૌપ્રથમ સ્વદેશી સૂક્ષ્મવન બનાવવા માટે 50થી વધુ પ્રજાતિઓના 6000 થી વધુ રોપાઓ
વાવવામાં આવ્યા.
● કોન્સિયસ રસોડું ચલાવવું અને દૂરના ગામડાઓમાં ટકાઉ કિચન ગાર્ડન બનાવવું
● છાણની શક્તિનું અન્વેષણ : છાણનો ઉપયોગ કરીને વાસણો અને કુદરતી ખાતર તેમજ રસોઈના બળતણ તરીકે વાપરવા લોગ બનાવવા
● સામુદાયિકકેન્દ્રોઅનેશાળાઓનુંનવીનીકરણ, પેઇન્ટિંગઅનેનવાસાધનોપૂરાપાડવા
● પ્લૉગિંગઅનેઅપસાયકલિંગ
● બાયોફાર્મસી : છોડની બિમારીઓને રોકવા અને સારવાર માટેના ઉપાયો સાથે સ્થાનિકોને શિક્ષિતકરવા
● દરરોજ સવારે બરફી બુટ કેમ્પ અને એનર્ચી, સાઉન્ડ બાથ અને યોગાલેટ્સ જેવી અનોખી સુખાકારીતકનીકો
● વિઝડમ માસ્ટર ક્લાસિસ અને જ્ઞાન આધારિત સત્રો
● વર્કશોપ : કિન્ટસુગીની આર્ટ, રોર : સ્વયંબનવાનીહિંમત, બ્રેથલેબ
● વૈશ્વિક યુવા ઓલિમ્પિક્સ : 20થી વધુ ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ સ્પર્ધાઓ

સામાજિક અને સુખાકારી પ્રવૃત્તિઓ ઉપરાંત દરેક સાંજ ભવ્ય સંગીતમય કાર્યક્રમોમાં તરબોળ હતી. જેમાં નંદન બોરકર કલેક્ટિવ દ્વારા ઓર્કેસ્ટ્રલ લાઇનઅપ સાથે GYF કોન્સર્ટ અને પ્રખ્યાત ગાયકસચિન સંઘવી દ્વારા નિર્ણાયક વૈશ્વિક સંગીત સ્પર્ધા હતી. ઉત્સવની આ મોસમમાં ‘SRMD ગ્લોબલયુથફેસ્ટિવલ 2022’ એ સાચા અર્થમાં વિવિધ સંસ્કૃતિઓ અને દેશોના યુવાઓની સામૂહિક ઉર્જાને સૌથી અનોખી રીતે ઉજવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત