ખેડા જિલ્લાની મહિલા બની પોતાના ગામ જેસાપુરાનું ગૌરવ, નિલમબેન બન્યા જેસાપુરાના પ્રેરણાસ્ત્રોત

રાજકીય
Spread the love

ખેડા, 29 ડિસેમ્બર : નિલમબેન ચાવડા દ્વારા સંચાલિત જેસાપુરા ગામનું ‘બીસી પોઈન્ટ’ બન્યું ખેડા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની ખાસ ઉપસ્થિતિમાં આ બીસી પોઈન્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.તાલુકા લાઇવલીહૂડ મેનેજર દિલીપ શ્રીમાળી, TDO અને DLM સહીત અન્ય ઘણા મહાનુભાવો રહ્યા સૅમિનાર માં હાજર રહ્યા હતા.જેસાપુરા ગામમાં શરુ કરાયેલું આ બીસી પોઈન્ટ હવે બન્યું છે ગ્રામજનો માટે બેંકિંગ સેવાઓ મેળવવા માટેનું કેન્દ્ર.TLM દિલીપ શ્રીમાળી, TDO અવની ટબીયાર, DLM મધુબેન પરમાર, સરપંચ સહિત અન્ય મહાનુભાવોએ પણ આ ઉદઘાટન સમારોહમાં હાજરી આપી હતી.
થસરા તાલુકાના જેસાપુરા ગામની વતની શ્રીમતી નિલમબેન ચાવડા દ્વારા તારીખ 22-12-2022ને ગુરુવારના રોજ તેમના બીસી તરીકેના બિઝનેસની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે TLM અને અન્ય હિતેચ્છુઓ ના અનુરોધ પર એક ‘ઉદઘાટન સમારોહ’ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ખેડા જીલ્લાના થસરા તાલુકામાં આવેલ જેસાપુરા ગામની રહેવાસી નિલમ ચાવડા તારીખ 13-12-2022ના રોજ સુરત સ્થિત ફિનટેક કંપની કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ સાથે એક બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ (બીસી) તરીકે જોડાઈ હતી. કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખેડા જિલ્લામાં નડિયાદ સીટી ખાતે ‘બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ’ અને ‘ડિજિટલ સર્વિસીસ’ વિષય અંતર્ગત એક સૅમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. નિલમચાવડાએ પણ અન્ય મહિલાઓ સહિત આ સૅમિનાર માં ભાગ લીધો હતો.

આ સેમિનારમાં થયેલી ચર્ચા થી પ્રભાવિત થઇ તેમણે કુબેરજી સાથે એક બીસી કાર્યકર્તા તરીકે જોડાવાની ઈચ્છા જાહેર કરી હતી. નિલમ અને તેમના પતિને ઘણા સમય થી કંઈક અલગ કરવાની કરવાનો ઉત્સાહ હતો, તેઓ IIBF પરીક્ષા પણ સફળતા પૂર્વક પાસ કરી ચૂક્યા છે. તેઓ સૅમિનારને અંતે કુબેરજી સાથે જોડાયા હતા. તેમણે પોતાના આ નવા પ્રયાસ અંગે તેમના અન્ય ગ્રામજનોને પણ જાણ કરી હતી. તેમના આ ઉત્સાહ અને ઉમંગથી પ્રભાવિત થઇ અને અન્ય મહિલાઓને પણ આમાંથી પ્રેરણા મળે અને ઠાસરા તાલુકાની બહેનો આત્મનિર્ભર બને તે ઉદ્દેશ્ય થી TLM એ આ અવસર પર બીસી પોઇન્ટ માટે એક ઉદઘાટન સમારોહ યોજવા માટે અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત, ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારને આ બાબતની જાણ થતા તેમણે તેઓ પોતે આ સમારોહ માં હાજર રહેશે એવો પ્રસ્તાવ મૂક્યો હતો. તાલુકા પંચાયત કચેરી થસરા દ્વારા નિલમબેનના આ પ્રયાસને બિરદાવતા તેમના સમારોહ માટે આમંત્રણ પત્રિકાઓ પણ છાપવામાં આવી હતી. નિલમબેનના આ ઉદઘાટન સમારોહમાં યોગેન્દ્રસિંહ પરમાર, TLM દિલીપભાઈ શ્રીમાળી, TDO અને આસપાસના ગામના સરપંચો એ હાજરી આપી હતી. તેમજ, નિલમ ચાવડાને અભિનંદન આપવા માટે કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ ના CEO પુનિત ગજેરાએ પણ સમારોહમાં ખાસ હાજરી આપી હતી.
આ સમગ્ર સમારોહ અંગે પોતાના અનુભવ વિશે વાત કરતા નિલમબેને જણાવ્યું હતું કે, તેઓ એ કદી વિચાર્યું ના હતું કે, તેમનું કુબેરજી બીસી પોઈન્ટ એક ચર્ચાનો વિષય બની રહેશે તથા તેમના વિસ્તાર માં આટલો પ્રખ્યાત થઇ જશે, અને આ માટે તેઓ કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડ ના આભારી છે. સાથે સાથે તેઓ એ સમારોહ માં ઉપસ્થિત MLA , TLM અને કુબેરજી ના CEO સહિત અન્ય મહેમાનો નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

કુબેરજી કંપનીના સીઈઓ પુનિત ગજેરા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાન ની વાત કરતા જણાવ્યું કે ગ્રામ્ય સ્તરે મહિલાઓ આર્થિક રીતે આત્મ નિર્ભર બને તો એક સશક્ત સમાજનું નિર્માણ થાય છે અને આજ રીતે આખા રાષ્ટ્રનું નિર્માણ નિર્માણ થાય છે. કુબેરજી અત્યાર સુધીમાં 2000 મહિલાઓને બીસી પોઇન્ટ આપી આત્મ નિર્ભર બનાવી છે પણ આ પહેલી વખત એવું બન્યું છે કે આ રીતે કોઈ બીજી પોઇન્ટનો ઉદ્ઘાટન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર ના મત અનુસાર નિલમબહેનનો અભિગમ ખુબજ ઉમદા અને સરાહનીય છે. નિલમબેન ન માત્ર ખેડા પરંતુ અન્ય જિલ્લાની મહિલાઓ માટે પણ પ્રેરણા સ્વરૂપ છે. વધુ માં તેમણે, કુબેરજી ટેક પ્રાઇવેટ લિમિટેડની મહિલા સશક્તિકરણ માં આપેલા આ યોગદાનની પણ સરાહના કરી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *