
સુરત, 29 ડિસેમ્બર : ભારત સરકારના શહેરી વિકાસ અને આવાસ વિભાગના મંત્રી કૌશલ કિશોર આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી અને સેન્ટર દ્વારા આપતિ વ્યવસ્થાપન અંગે વિગતો થી વાકેફ થયા હતા. આ ઉપરાંત સુરત શહેર માં શહેરીજનોની સુવિધા ના પ્રોજેક્ટની પણ જાણકારી મેળવી હતી. મનપા કમિશનર શાલીની અગ્રવાલ એ મંત્રીને પ્રેઝન્ટેશન દ્વારા શહેરી વિસ્તારમાં ગરીબો માટેના આવાસ સફાઈ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ આરોગ્ય સેનિટેશન રીન્યુએબલ ,એફોડેબ્લ હાઉસીંગ સહિતના તમામ મહત્વના પ્રોજેક્ટ અંગે વિસ્તારથી સમજણ આપી હતી.આ પ્રસંગે મનપાના મેયર હેમાલી બોધાવાલા,શાસક પક્ષ નેતા અમિત સિંહ રાજપુત પાલિકાના અધિકારીઓ અને પદાધિકારી તેમજ ડેપ્યુટી કલેક્ટર ઝાલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા..જિલ્લા વિકાસ અધિકારી, ભાજપ જિલ્લા પંચાયત નાં પ્રમુખ ભાવેશ પટેલ પણ હાજર રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર સુરત શહેરનો થઈ રહેલો વિકાસથી ખૂબ પ્રભાવિત થયા હતા અને જણાવ્યું હતું કે સફાઈ અભિયાન અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખુબ સરસ કામગીરી થઈ છે અને સુરત દેશને એક નવી દિશા આપી રહ્યું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત