
સુરત, 29 ડિસેમ્બર : ONGC હજીરા CISF યુનિટ ખાતે મુખ્ય ગેટમાં 4 આતંકવાદીઓએ અજાણ્યા વાહન સાથે મોટી ખુવારી કરવાના ઈરાદા સાથે બળપૂર્વક ઘૂસણખોરી કરી હતી.વાહનના પ્રવેશ સાથે આતંકીઓએ ગોળીબાર કર્યો હતો, જેથી મુખ્ય ગેટનો સિક્યુરિટી ગાર્ડ ઘાયલ થયો હતો.દરમિયાન ક્યુઆરટીએ જવાબી કાર્યવાહી કરીને એક આતંકવાદીને ઠાર માર્યો હતો.જ્યારે બે વાહનચાલક આતંકવાદીઓએ પેનલ બિલ્ડિંગની નજીકમાં આશ્રય લીધો હતો.આતંકવાદી ઘટનાનો સામનો કરવા માટે ONGC હજીરા ખાતે CISF યુનિટ-હજીરા દ્વારા મોક ડ્રીલ યોજાઈ હતી.

આતંકી હુમલાની આ મોક ડ્રિલમાં હુમલાનો સંદેશ પ્લાન્ટ યુનિટ કમાન્ડર, પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર કંટ્રોલ રૂમને મોકલવામાં આવ્યો હતો. CISF ઓફિસ પાસે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું.બચાવના ભાગરૂપે બે એસોલ્ટ ટીમ દ્વારા સૌપ્રથમ તમામ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો અને બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી શોધખોળ પૂર્ણ કર્યા બાદ તમામ ઘાયલ જવાનોને રેસ્ક્યુ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અથડામણમાં કુલ ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા અને સર્ચ દરમિયાન 4 ગ્રેન્ડ સહિત 3 એસએમજી અને 1 પિસ્તોલ મળી આવી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત