
સુરત, 30 ડિસેમ્બર : સુરત જિલ્લા પંચાયતની આગામી સામાન્ય સભા તા12/01/2023 ગુરુવારના રોજ બપોરે 1 વાગ્યે સુરતના દરિયામહેલ ખાતે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં યોજાશે. તેમજ કોઈ સંજોગના અભાવે આ સભાને મુલતવી રખાશે ત્યારે મુલતવી રહેલ સભા તે જ દિવસે ઉપરોક્ત સ્થળે એક કલાક બાદ મળશે એમ સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી સુરત દ્વારા જણાવ્યું છે.ઘણા સમય બાદ સામાન્ય સભા મળનારી હોઈને રાજકીય પક્ષોના પદાધિકારીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત