
સુરત, 30 ડિસેમ્બર : જિલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખા હેઠળ પી.એન.ડી.ટી એક્ટ અન્વયે જિલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. એડવાઈઝરી કમિટીના ચેરમેન ડૉ. વીણા દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સુરત જિલ્લામાં કાર્યરત વિવિધ દવાખાના/હોસ્પીટલોમાં નવા રજીસ્ટ્રેશન માટેના 80 અને રીન્યુ થવા પામતા 67 સ્ત્રીરોગ પરીક્ષણ માટે આવશ્યક સોનોગ્રાફી મશીનની અરજીઓને મંજુરી આપવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત