સુરતમાં 11મી જાન્યુઆરીએ અડાજણ રિવરફ્રન્ટ પાસે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 30 ડિસેમ્બર : આગામી તા.11મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ બાજુના પ્લોટ, જુનો અડાજણ રોડ ખાતે સુરત શહેરની ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે પંતગ મહોત્સવનું આયોજન કરાયું છે. રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટ તંત્ર તેમજ મહાનનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ પતંગ મહોત્સવને સફળ બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં કલેક્ટરએ પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે જુદા-જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે કામગીરીની સમિક્ષા કરી હતી.અને મહોત્સવને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર વાય.બી.ઝાલા, સીટી પ્રાંત સુરત નાયબ કલેક્ટર જી.વી.મિયાણી, મનપા નાયબ કમિશ્નર ગાયત્રી જરીવાલા, સિનિયર પ્રવાસન અધિકારી તુલસી હાંસોટી, ગુજરાત પ્રવાસન નિગમ લિ.ગાંધીનગરના નોડલ અધિકારી અને ઝોનલ ઇજનેર શ્યામલ પટેલ ઉપરાંત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જણાવ્યા મુજબ તા.11 મી જાન્યુઆરીએ અડાજણ રિવરફન્ટ બાજુના પ્લોટ,જુનો અડાજણ રોડ ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 16 દેશો અને 3 રાજ્યમાંથી અંદાજીત 80 પતંગબાજો ભાગ લેશે. પતંગબાજોને લઇને ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માનવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *