સુરતમાં થર્ટી ફર્સ્ટની રાતે યુવકને ઢોર માર મારતી પોલીસનો વિડીયો થયો વાયરલ

સ્થાનિક
Spread the love

સુરત,1 જાન્યુઆરી : સુરત શહેરના ઉધના વિસ્તારમાં 31મી ડિસેમ્બરની રાત્રીના બંદોબસ્ત દરમિયાન એક યુવાનને ઉધના પોલીસ દ્વારા બર્બરતાપૂર્વક ઢોર માર મારવામાં આવતો હોવાના વિડીયો વાયરલ થતા સમગ્ર શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે. આ વાયરલ વીડિયોમાં એક યુવાનને બે પોલીસકર્મીઓ ઢસડીને માર મારતા હોય તેવા દ્રશ્યો કેદ થયા છે. પોલીસની આ પ્રકારની કામગીરીથી સામાન્ય જનતામાં પણ રોષ વ્યાપ્યો છે.બીજી તરફ આ ઘટના બાદ ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એસ.આચાર્યએ મીડિયાને જણાવ્યું હતું કે આ બન્ને પોલીસ કોન્સ્ટેબલમાંથી એક લોકરક્ષક છે. જ્યારે બીજા હેડ કોન્સ્ટેબલ છે.આ બન્ને રાત્રી દરમિયાન પીસીઆરમાં ફરજ બજાવતા હતા ત્યારે રિક્ષામાં બેઠેલા બે શંકાસ્પદને પકડવા પ્રયાસ કરતાં એક નાસી ગયો હતો જયારે અન્ય એક શખ્સ ઝડપાયો હતો.ઝડપાયેલો શખ્સ પોલીસને સહકાર આપતો ન હતો…!! બન્ને પોલીસકર્મીઓ તેની પૂછપરછ કરી તેને લઇ જવાનો પ્રયાસ કરતા હતા. વાયરલ સીસીટીવી ફૂટેજ સામે આવતાં જ તપાસના આદેશ આપી દેવાયા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવાનું કહેવામાં આવતા આ બન્ને પોલીસકર્મીઓના નિવેદનો લેવામાં આવ્યા છે.
સુરતના ભાઠેના વિસ્તારમાં યુવકને માર મારી તેની પાસેથી 5 હજાર રૂપિયા પણ પડાવી લીધા હોવાની ચર્ચાઓ ઊઠી છે ત્યારે સુરત શહેર પોલીસની આ દબંગ વૃત્તિ અને સત્તાના દુરુપયોગની આ બીજી ઘટના સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે.સીસીટીવી કેમેરામાં યુવાનને ઢોર માર મારવામાં આવતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે પણ પોલીસ હજી યુવક સહકાર આપતો ન હતો તેમ કહીને લૂલો બચાવ કરી રહ્યાનું જણાઈ રહ્યું છે.ત્યારે, આ સમગ્ર ઘટનામાં પોલીસ કમિશનર આ બન્ને પોલીસ કર્મીઓ સામે શું એક્શન લે છે ? તે જોવું રહ્યું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *