
સુરત, 2 જાન્યુઆરી : મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગરના સહયોગથી કિશોરી કુશળ બનો કાર્યક્રમ અંતર્ગત “સશકત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો માંગરોળ ખાતે જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિ અધ્યક્ષ નયનાસોલંકી સુરતના અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે અધ્યક્ષ નયનાબેન ધ્વારા કિશોરીઓને નિયમિત આંગણવાડી સેવાઓનો લાભ લેવા તથા પૂર્ણા શકિતમાંથી વિવિધ વાનગીઓ બનાવી ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. ઇ.ચા. બાળ વિકાસ યોજના અધિકારી માંગરોલ- ધ્વારા સૌ મહેમાનોને પૂર્ણા યોજના વિશે વિસ્તુત માહિતી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત કિશોરીઓને જુદા જુદા વિભાગો ધ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમા પોષણ અને આરોગ્યનું મહત્વ, બેંકીગની સેવાઓનો લાભ , શિક્ષણનું મહત્વ, બેટી બચાવો બેટી પઢાવોનો હેતુ, કાનુની સહાય, જાડા ધાન્યનું ખોરાકમાં મહત્વ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલ ઠાકોર દ્વારા કિશોરીઓને નિયમિત લોહતત્વની ગોળી લેવા સમજ આપી તેમજ કિચન ગાર્ડનના મહત્વ વિશે સમજ આપી હતી. મહાનુભાવોએ સિગ્નેચર કેમ્પેઇનમા ભાગ લીધો તથા કુપોષણ નિવારવા પ્રતિજ્ઞા લીધી હતી.તંદુરસ્ત કિશોરીઓને મહાનુભાવોનાહસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.ધોરણ -9માં અભ્યાસ કરતી તબાખાતુન મહમદ ઇકબાલ સૈઇદ દ્વારા “બેટી બચાવો બેટીપઢાવો” વિષયને અનરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ યોજનાકીય પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફોસર કોમલ ઠાકોર, ર્ડા. સમીર ચૌધરી તાલુકા આરોગ્ય અધિકારી, મુકેશસિંહ રાઠોડ કૃષિ વિકાસ વિભાગ, BRC માંગરોળ, મોહનસિંહ ખેર માંગરોળ શિક્ષક સંધના માજી પ્રમુખ, ચાંદની દેસાઇ શ્રમ અનેરોજગાર વિભાગ, સી.એમ.સાવંત એડવોકેટ જિલ્લા કાનુની સેવા સતા મંડળ, ધર્મેશ વસાવા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી, જિગ્નેશ શ્રીમાળી પૂર્ણા કન્સલન્ટ, બેંક ઓફ બરોડા મોસાલી બ્રાન્ચના મેનેજર, તમામ આઇ.સી.ડી.એસ. સ્ટાફઉપસ્થિત રહ્યો હતો
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત