સુરતમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇનની વર્ષ-2022 દરમિયાન પ્રસંસનીય કામગીરી

સ્થાનિક
Spread the love

સુરત, 2 જાન્યુઆરી : રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત 181 અભયમ મહિલા હેલ્પલાઇન જે યુવતીઓ, વિદ્યાર્થીનીઓ, મનોરોગી તથા પિડીત અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અભયમને 2022ના વર્ષમાં સુરત શહેર અને જિલ્લામાંથી 15,000 જેટલા કોલ્સ આવ્યા હતા જે પૈકી 2650થી વધુ કિસ્સાઓમાં 181ની ટીમે ધટના સ્થળે પહોચી સંતોષકારક પરિણામો આપ્યા હતા.
રાજયની મહિલાઓ માટે સાચી સખી સહેલી સાબિત થયેલી અભયમ 181 મહિલા હેલ્પલાઇનનો વર્ષ 2015થી અત્યાર સુધી 12 લાખ જેટલા પિડીત મહિલાઓએ મદદ માહિતી અને બચાવ માટે સંપર્ક કર્યો હતો. જ્યાં ખાસ કિસ્સાઓમાં રેસ્કયું ટીમ ધટના સ્થળે પહોંચી અઢી લાખથી વધુ મહિલાઓને મદદરૂપ થઇ હતી. 24*7 વિનામૂલ્ય સેવામાં અસરકારક કાઉન્સિલગ દ્વારા વિખરાતા પરિવારનો બચાવ, પરિવાર સાથે મિલન, સુરક્ષિત આશ્રય, આત્મહત્યા ના વિચારોમાંથી મુક્તિનાં કેસોમાં અભય વધુ સુદ્રઢતાથી સેવાઓ પહોચાડી રહી છે. આ ઉપરાંત અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમા ઉપયોગી સાબિત થયું છે.

અહી નોંધનીય છે કે, અભયમ રાજ્ય સરકારના અન્ય વિભાગો સાથે મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવનાની કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડી રહી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *