સુરત, 2 જાન્યુઆરી : ગુજરાતના તમામ પૂર્વ સૈનિકો અને સ્વર્ગસ્થ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને અનુરોધ કરવામાં આવે છે કે, esm.gujarat.gov.in ની વેબસાઈટ પર જઈ NEW Register here પર કલીક કરીને તેઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાતપણે કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન થયા બાદ જિલ્લા સૈનિક કચેરી દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય અને સવલતો મેળવવાપાત્ર થશો. વધુ વિગતો માટે અથવા રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ મુશ્કેલી જણાય તો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરી, સુરત ટે.નં0261-1913820/9426802820ઉપર સંપર્ક સાધવા સુરતના મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ અધિકારી દ્વારા જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત