
સુરત, 3 જાન્યુઆરી : સમગ્ર દેશમાં હાલ જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જેની પાછળનું કારણ એ છે કે ગત દિવસોમાં કેન્દ્ર સરકાર જૈન સમાજની આસ્થાનું કેન્દ્ર એવા ઝારખંડ સ્થિત સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત છે. સમગ્ર દેશમાં આ મામલે જૈન સમાજમાં આક્રોશ છે ત્યારે, મંગળવારે સુરત જૈન સમાજ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.અંદાજે 3 કિલોમીટર લાંબી આ મહારેલીનું પ્રસ્થાન શહેરના પીપલોદ રોડ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથ થયું હતું. આ વિશાળ રેલીનું સમાપન જિલ્લા સેવા સદન ખાતે થયું હતું.જ્યાં જૈન સમાજના અગ્રણીઓએ તેમની વિવિધ માંગો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.અગ્રણીઓએ આક્રોશ સાથે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમારાં તીર્થસ્થાનો પર અસામાજિક તત્વો આક્રમણ કરી રહ્યા છે.અમારી સરકાર સમક્ષ માંગણી છે કે સમ્મેત શિખર અને શેત્રુંજયને તીર્થસ્થાન જાહેર કરો.ઝારખંડ ખાતે આવેલું સમ્મેત શિખરજી જૈનો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ કોઈ પર્યટન સ્થળ નથી.તીર્થસ્થાન છે અને તે જ રહેવા દેવું જોઈએ.

રેલીમાં મોટી સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ જોડાય હતા.આ મહારેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી.સાધુ ભગવંતોએ પણ રેલીમાં ઉપસ્થિત રહીને તેમનો આક્રોશ પ્રગટ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે સમ્મેત શિખર પાલીતાણા અને શેત્રુંજય જેવા તીર્થસ્થાનો ઉપર અસામાજિક તત્વો જે પ્રકારે કૃત્યો કરી રહ્યા છે તેનાથી અમારી લાગણી દુભાઈ રહી છે.અમારી આ સાચી લડતને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સહિતના હિન્દુ સંગઠનોનું પણ સમર્થન મળી રહ્યું છે.અમે કોઈને સાથે ઝગડો કરવા માંગતા નથી પરંતુ, અમે કોઈનાથી ડરતા પણ નથી.અમારા અંતિમ શ્વાસ સુધી અમે આ લડાઈ લડવાના છીએ.જૈન સમાજના ચાર ફીરકાઓ સાથે મળીને આ લડાઈ લડી રહ્યા છે.સરકારે તાત્કાલિક અસરથી આ બંનેને તીર્થસ્થાન જાહેર કરે અને પાલિતાણા સહિતનાં તીર્થસ્થાનો ઉપર માંસ અને મદીરાનું વેચાણ પણ બંધ કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે.

આ મહારેલીમાં સંપૂર્ણ શિસ્ત જોવા મળી હતી. મોટી સંખ્યામાં રેલી માં જોડાયેલા પુરુષોસફેદવસ્ત્રમાં અને મહિલાઓ કેસરી વસ્ત્રમાં જોવા મળી હતી..અત્રે ઉલ્લ્લેખનીય છે કે જૈન સમાજ દ્વારા તેમની માંગણીને લઈને સમગ્ર દેશમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ મહાનગરોમાં આજે સુરતની જેમ જ વિશાળ રેલી દ્વારા જૈન સમાજ દ્વારા તેમનો આક્રોશ પ્રગટ કરવામાં આવી રહ્યો છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત