
સુરત, 3 જાન્યુઆરી : કેન્દ્ર સરકાર સંચાલિત નહેરુ યોવા કેન્દ્ર, સુરત દ્વારા બારડોલી તાલુકાની “ધ પાટીદાર જિન સાયન્સ કોલેજ અને પી. આર.બી. આર્ટસ & કોમર્સ કોલેજ ” ખાતે તાલુકા સ્તરીય ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રામીણ વિસ્તારના યુવાનોની ખેલકુદની પ્રતિભાને જાગૃત કરી તેમને પ્રોત્સાહન આપવાના હેતુસર યોજાયેલા ખેલ મહોત્સવમાં કબ્બડી, 100 મીટર દૌડ, વોલીબોલ અને દોરડા ખેંચ જેવી પરંપરાગત રમતોમાં તાલુકાના મહિલા અને પુરુષો સહીત 250થી વધારે યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. ખેલ મહોત્સવમાં વિજેતા અને ઉપ વિજેતા ટીમ તેમજ ખેલાડીઓને પ્રમાણપત્ર, ટ્રોફી અને મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મહોત્સવ પ્રતિનિધિ ચિરાગદેસાઈ અને જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ મહોત્સવમાં PRBPRB કોલેજના આચાર્ય, મેહુલ ડોંગા અને સત્યેન્દ્ર યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત